ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણીમાતંગ દેવની 1272મી જન્મ જયંતીની કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ વેળાએ નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. શાંતિપુર્વક શોભાયાત્રા પુર્ણ થઈ હતી. શહેરના મહેશ્વરી નગર, લુણંગ નગર, ગોપાલપુરી, જુની સુંદરપુરી, નવી સુંદરપુરી, ગણેશ નગર, સપના નગર, રોટરી નગર, કીડાણા, આદિપુર સહિતના વિસ્તારમાંથી બપોરે બે વાગ્યે શોભાયાત્રા નીકળી હતી.

અમુક શોભાયાત્રા ઓસ્લો સર્કલ થઈને તો અમુક શોભાયાત્રા ગોપાલપુરી જુના પોલીસ સ્ટેશન રોડ થઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પહોંચી હતી. ગાંધી માર્કેટથી ભાઈ પ્રતાપ સર્કલ, ઝંડા ચોક, જવાહર ચોક, મુખ્ય બજાર, ચાવલા ચોક, સરદાર વલ્લભભાઈની પ્રતિમા સહિતના શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. વિવિધ ફલોટસ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે વિવિધ વિસ્તારના માઘસ્નાન વ્રતધારીઓ, ધર્મગુરૂઓ સાથે વિવિધ વિસ્તારની શોભાયાત્રા પહોંચી ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને ભાવભેર સ્વાગત કર્યું હતું.

ટાગોર રોડથી મુખ્ય બજાર સુધી વિવિધ સંગઠનો દ્વારા પ્રસાદ, ઠંડાપીણા, સહિતનું વિતરણ કરીને શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન ગાંધીધામના માર્ગો ધણીમાતંગ દેવના જયજયકારથી ગુંજી ઉઠયા હતા. ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠયા હતા.

શોભાયાત્રામાં કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજ ભાંભી, પીર સાહેબ નારણ લાલણ, અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ ધીરજ ડાડા, મહામંત્રી પ્રહલાદ ઠોટિયા, જિલ્લા મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોર પીંગોલ, પ્રદેશ મંત્રી નરેશ મહેશ્વરી, પ્રદેશ મહિલા પ્રમુખ બાલુબેન જગદિશ દાફડા, અર્જુન આયડી, કીશન દનીચા, લક્ષ્મણ ભરાડીયા, લક્ષમણ લાલણ, યુવા ધર્મગુરૂ નિતેશ લાલણ, વિનોદ માતંગ, મયુર મહેશ્વરી, દિપેન જોડ, હિરેન આયડી, કિશોર ભર્યા, કાર્યકારી પ્રમુખ કાનજી ડી. સોલંકી,વિવિધ વિસ્તારના પ્રમુખો, કમલેશ ફુફલ, પ્રકાશ મારાજ, કરશન દનીચા, જેઠાલાલ પાતારીયા, નાગશી એચ.ચુંણા, ડો.ખીમજી સિંઘવ, ડો.ગોવિંદ થારૂ,રામલાલ શિરોખા, નાગશી નોરીયા, જીતેન્દ્ર વિગોરા, પુનશી દનીચા, ધનરાજ ભરાડીયા, દેવજીભાઈ દનીચા, હીરાભાઈ પીંગોલ, દેવજી રતડ, ગેબી મતિયાદેવના પુર્વ પ્રમુખ દેવજીભાઈ પીંગલસુર, હીરાભાઈ ધુંવા, પુર્વ પ્રમુખ કાનજી ભર્યા, જે.પી. મહેશ્વરી, વિવિધ વિસ્તારના પ્રમુખો, ધર્મગુરૂઓ અને વિવિધ વિસ્તારના 250થી વધુ માઘસ્નાન વ્રતધારીઓ, કળશધારી બાળાઓ, ગૌરી ગાંગા બહેનો શોભાયાત્રામાં જોડાયા હતાં. ભાજપ દ્વારા ગાંધી માર્કેટ ખાતે શોભાયાત્રાનું સ્વાગત કરાયું ત્યારે સુધરાઈના પુર્વ પ્રમુખ તેજશ શેઠ, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, કિશોર મહેશ્વરી, કમલ શર્મા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શહેર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાયું હતું. એચ.એમ.એસ. યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણ, લલીત વરીયાણીએ કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ રાણાભાઈ વીસરીયા દ્વારા સ્વાગત કરાયું હતું. શોભાયાત્રાનું ગાંધીધામ તથા કચ્છ મુસ્લિમ સમાજ વતી કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજ ભાંભી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત આગેવાનોનું સન્માન સ્વાગત કરતા કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજી જુમા રાયમા, શાહનવાઝ શેખ, શકુર માંજોઠી, નાસીરખાન, દાઉદ ખત્રી, ઈસ્માઈલ માંજોઠી, હસન માંજોઠી સાબીર કુરેશી સહિત આગેવાનો હુશેની એકતા કમીટીના લતીફ ખલીફા તથા ઈસાક સુમરા દ્વારા ટેન્ટ લગાવી શોભાયાત્રા માટે ચા તથા કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે શોભાયાત્રા પુર્ણ થયા બાદ રાત્રે જ્ઞાનકથન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

શોભાયાત્રા દરમ્યાન ઝંડા ચોક મધ્યે ગાંધીધામ કર્તવ્ય ટીમ દ્વારા શોભાયાત્રામા ધર્મગુરુઓ, માઘસ્નાન વ્રતધારીઓ, સમાજના અગ્રણીઓ અને સમસ્ત શોભાયાત્રાનું પૂૂષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જલપાનની વ્યવસ્થા કરવામા આવી હતી.સાથે અંગદાન જાગૃતિ માટે અંગદાન સાહિત્યનું પણ પ્રદર્શન કરાયું હતું.