ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ ખાતે આઠ પરગણા વઢીયાર પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના કાર્ય ઉપર ભાર મુકવામાં આવેલ હતું અને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવેલ હતું.

પ્રજાપતિ સમાજના સંત શ્રી પીપરી ધામથી પધારેલ ગોવિંદ મહારાજ, દિનેશભાઈ બારોટ, પ્રજાપતિ સમાજના પ્રમુખશ્રી નટુભાઈ પ્રજાપતિ, મંત્રી દશરથભાઈ પ્રજાપતિ, અધ્યક્ષ સ્થાને રમેશભાઈ પ્રજાપતિ(લાલો), ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પ્રજાપતિ, વાડીના કનીનર પરસોતમભાઈ, કારોબારી સભ્યો દિનેશભાઈ પેન્ટર, દિનેશભાઈ ટેલર, નરેશભાઈ, જયંતીભાઈ, દિનેશભાઈ ગઢાર, દિનેશભાઈ કોલી વાળા તેમજ વડીલો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
