ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં જળ ભરાવ સ્થળનો સર્વે કરાશે

A survey of waterlogging sites will be conducted in the Gandhidham Municipal Corporation area. A survey of waterlogging sites will be conducted in the Gandhidham Municipal Corporation area.

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને ગાંધીધામ – આદિપુર જાેડિયા શહેરો વરસાદમાં યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે જળબંબાકાર થઈ જાય છે, આ વ્યાપક સમસ્યા છે. તત્કાલીન નગરપાલિકાના વહીવટી તંત્રએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે, છતાં વરસાદી નાણાઓમાંથી પાણીનો નિકાલ થતો નથી અને અલગ અલગ વિસ્તારોમાં માર્ગો ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાય છે. લોકોના ઘરોમાં પાણી ભરાય છે. આ સ્થિતિથી મહાનગરપાલિકાના કમિશનર અંગત થતા હવે જે જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે, તે સ્થળનો સર્વે કરવા માટે કહ્યું છે.

Advertisements

મહાનગરપાલિકાના કમિશનર મિતેશ પંડ્યા એ પાણી નિકાલને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે સ્ટ્રોંમ વોટર ડ્રોઈંન સિસ્ટમ મજબૂત કરવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું. ગણતંત્ર દિવસે લોકોને સંબોધતા કહ્યું હતું કે ગાંધીધામ આદિપુર જાેડિયા શહેરોમાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે અને જે જે વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે તે સ્થળોનું સર્વે કરવામાં આવશે. જેના પગલે જ હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગાંધીધામમાં ગણેશનગર, વાવાઝોડા કેમ્પ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભારતનગર, સુંદરપુરી, ૯-બી, ખોડીયારનગર તો આદિપુરમાં વોર્ડ ૧ સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વ્યાપક પાણી ભરાય છે. માર્ગો તો જળબંબાકાર હોય જ છે, તેની સાથો સાથ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે. લોકોને પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. ખાટલા ઉપર બેસીને જમવું પડે છે. ઘરવખરીનો સામાન પલળી જાય છે અને વ્યાપક નુકસાન બેઠવું પડે છે. લોકો નગરપાલિકાના વહીવટી તંત્રને તો ફરિયાદો કરીને થાક્યા હતા.

Advertisements

પરંતુ હવે મહાનગરપાલિકા આવી છે એટલે આ પાણી ભરાવાની સમસ્યાથી લોકોને રાહત મળશે તેવી આશા છે. લોકોને આશા અને અકાંક્ષા અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા માટે કમિશનર દ્વારા આ સમસ્યાને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું ને હવે જે વિસ્તારોમાં પાણી ભરાય છે. તે સ્થળોનો સર્વે કરવા માટે કહ્યું છે અને આગામી સમયમાં વરસાદી પાણીના નિકાલ માટેનું સુદ્રઢ આયોજન કરવામાં આવશે તેવી સંભાવના છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment