AAP પૂર્વ કચ્છ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય જનતાને ઉમેદવારી નોંધાવવા આહવાન

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આમ આદમી પાર્ટી (AAP) પૂર્વ કચ્છ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ગાંધીધામમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને રાજકારણમાં સક્રિયપણે ભાગ લેવા અને ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ કચ્છના પ્રમુખ ડૉ. કાયનાત અન્સારીએ આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે જનતાને આગળ આવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પાર્ટીએ આ હેતુ માટે એક ખાસ ફોર્મ જાહેર કર્યું છે. જાહેર જનતા આ ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી રજૂ કરી શકે છે. ત્યારબાદ, AAPની સમિતિ આ ફોર્મની ચકાસણી કરીને યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરશે.

Advertisements

ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ લોકોને જાતિવાદ અને ધર્મના ભેદભાવ ભૂલીને માત્ર યોગ્ય અને સારા ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી. અંજાર શહેર પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ પણ લોકોને આ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવા માટે આહવાન કર્યું હતું, જેથી સામાન્ય નાગરિકો પણ લોકશાહી પ્રક્રિયાનો ભાગ બની શકે.

Advertisements

આ પ્રયાસ દ્વારા આમ આદમી પાર્ટી જનતામાંથી જ નેતૃત્વ ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી રાજકારણમાં પારદર્શિતા અને જવાબદારી લાવી શકાય.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment