About us
• ગાંધીધામ ટુડે ગાંધીધામથી પ્રસિદ્ધ થતું કચ્છનું એકમાત્ર ટેબ્લોઇડ અખબાર છે જેણે અત્યંત ટૂંક સમયમાં વાચકોનો ગજબનાક વિશ્વાસ હાંસીલ કર્યો છે અને આજે વાચક એકમેકને પૂછી લે છે કે, આ સમાચાર ગાંધીધામ ટુડેમાં આવી ગયા છે તો સાચા હશે અને આ જ વિશ્વાસ ગાંધીધામ ટુડે માટે આગળ વધવાનો ઢાળ બની રહે છે. કચ્છમાં સૌ પ્રથમ વખત કોઈ અઠવાડિક ટેબ્લોઇડ સચિત્ર રંગીન પાનાઓ સાથે નીકળ્યું હોય કે નીકળતું હોય તો તે ગૌરવ ગાંધીધામ ટુડે ના ફાળે જાય છે અને તેમાં વાચકોનો સાથ સહકાર સતત મળ્યો હોવાથી આજે ગાંધીધામ ટુડે વિશ્વસનીયતાની ટોચે બિરાજમાન છે
• ગાંધીધામ ટુડે સાથે સંકળાયેલા કલમનવેશો કસાયેલી કલમના કસુંબલ તરવૈયાઓ છે જેઓ પૈકી અનેક ભૂતકાળમાં રાષ્ટ્રીય અખબારોમાં પોતાની કલમપ્રસાદી રજૂ કરી ચૂક્યા છે અને આજે તેમના નામથી વાચકો એટલા પરિચિત છે કે તેમના દ્વારા લખાયેલ કોઈ પણ લખાણ સત્યની એરણે સિદ્ધ થયા પછી જ સામે આવ્યું હશે એમ સહેજે માની લે છે અને તેમાં ખોટું પણ કશું હોતું નથી કારણ કે આ લેખકો અસત્યને પોતાની કલમથી દૂર રાખવામાં હંમેશા સફળ રહી શક્યા છે.
• અત્યંત ટૂંક સમયમાં ગાંધીધામ ટુડે દ્વારા આરંભવામાં આવેલી યાત્રા, વાચકોની અપ્રીતમ લાગણીને કારણે આજે એ સ્તરે પહોંચી છે કે સત્ય એટલે ગાંધીધામ ટુડે અને ગાંધીધામ ટુડે એટલે સત્ય એ બંને પરસ્પર પર્યાય બન્યા છે. વાચકોના સહકાર વગર આ શક્ય બન્યું ન હોત, ગાંધીધામ ટુડે દ્વારા હર હંમેશ વાચકોનો આભાર વ્યક્ત કરવામાં આવતો રહ્યો છે અને તેમના સૂચનો સ્વીકારવામાં આવતા રહ્યા છે અને એ જ પોલીસી ભવિષ્યમાં પણ સતત કાર્યશીલ રહેશે.
About Editor
• કોઈ પણ અખબાર કે મીડિયાનો મુખ્ય વિભાગ તંત્રી વિભાગ હોય છે અને તેનું કામ અખબારની સફળતા અને નિષ્ફળતા માટે હંમેશા જવાબદાર રહે છે. આ વિભાગ જેટલો સક્રિય રહે તેટલા જ સક્રિય તેના વાચકો રહે છે. વાચકોની વાતને સાંભળવી અને અનુસરવી એ આ વિભાગનું સૌથી મહત્વનું કાર્ય હોય છે.
• આ વિભાગ પોતાની પાસે આવતા સમાચારો બાબતે સત્યની તપાસ કરે છે, કારણો તપાસે છે, સમાજ પર પડનારી અસરો બાબતે વિચારે છે અને એ પછી આવેલ હકીકત કાગળ પર સમાચારરૂપે આકાર ધારણ કરે છે.
• આમ, સત્યની તપાસ કરવી અને તેને સમાચારનું સ્વરૂપ આપવું એ આ વિભાગનું સૌથી મહત્વનું કાર્ય બની રહે છે. આવેલ કોઈ પણ હકીકતને માત્ર છાપી નાખવી કે પછી તે સમાચાર જ છે તેમ માની લઇ તેને સમાચારના રૂપમાં સ્વીકારી લેવામાં જ આવે તો તે તંત્રી વિભાગની ખામી ગણી શકાય જેનાથી ગાંધીધામ ટુડે દૂર રહે છે અને સત્યની ચકાસણી પછી જ જે તે હકીકતને સમાચાર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે અને એટલે જ વાચકોમાં તેની લોકપ્રિયતા સતત વધતી રહે છે. સાથે ગાંધીધામ ટુડે એડિટોરીયલ વિભાગનું નેટવર્ક બહોળુ છે જેમ કે સરકારના વિભાગના પીઅારઅો સાથે ડાયરેક્ટ કોનટેક્ટ અને શહેરમાં બહોળો સોર્સ જેનાથી અમારા સમાચાર ફેક્ટ ચેક કર્યા પછી જ સચોટ રીતે પબ્લીશ થાય છે.
• કોઈપણ અખબાર તેના પ્રતિનિધિઓ અને જાગૃત વાચકોના અભિપ્રાય વિના ચાલી શકે નહીં અને એ જ પોલીસી ગાંધીધામ ટુડે પણ અપનાવે છે અને પ્રતિનિધિઓ દ્વારા મોકલવામાં આવેલ સમાચારોનું મહત્વ પારખી, તેને સમાચાર તરીકે વાચકો સમક્ષ રજૂ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ, વાચકો દ્વારા ઘણી વખત ચીંધી બતાવવામાં આવતી ઘટનાઓ અને સમાજને દેખાડાતા આયના મુજબના અભિપ્રાયો અને વિચારોને પણ સંકલિત કરે છે અને અન્ય વાચકોની સમક્ષ તે તાદ્રશ કરે છે.
• અખબારો માટે એડિટોરિયલ એટલે કે તંત્રી વિભાગની આ સૌથી મહત્વની કામગીરી બની રહે છે. વાચકોની અપેક્ષા અને એષણા સાંભળવી, સ્વીકારવી અને તેને યોગ્ય રીતે પ્રસિદ્ધિ આપવી* ખૂબ જરૂરી હોય છે અને *ગાંધીધામ ટુડે એ બાબત સારી રીતે સમજે છે અને તેનું પાલન કરે છે