ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સને ૨૦૧૩માં ફરીયાદી વેલુભા કરમણભા ગઢવીએ મહેન્દ્રસિંહ મંગુભા જાડેજા, મયુરસિંહ ભગવતસિંહ જાડેજા, નરેશસિંહ ઉર્ફે નિરૂભા ભાવસિંહ રાઠોડ, હરમિતસિંહ ઉર્ફે હરવિંદરસિંહ ઘનશ્યામસિંહ રાઓલ વિરૂધ્ધ આરોપીઓ એક સંપ થઈ પ્લોટની અવેજીમાં રકમ મેળવી ફરીયાદીને પ્લોટ ન આપી બીજાના નામે દસ્તાવેજ કરી આપી ફરીયાદી સાથે છેતરપિંડી, ઠગાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ નોંધાવેલ. જે ફરીયાદના અનુસંધાને આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ થતા સદરહું કામે કુલ્લ ૮ સાહેદોની જુબાની લેવામાં આવેલ તથા ૧૧ દસ્તાવેજી આધારો રજુ કરવામાં આવેલ.
સદરહું કેસમાં બચાવ પક્ષના એડવોકેટ તરીકે ગાંધીધામના એડવોકેટ ડી.જે જાેબનપુત્રા, એસ.ઓ.ચૌધરી, પી.એમ.મહેશ્વરી, રમેશભાઈ રોશીયા તથા પ્રકાશભાઈ ડેવરીયા હાજર રહી બચાવ કરેલ. આ કેસ નામદાર ત્રીજા અધિક ચીફ જયુ. મેજીસ્ટ્રેટ શ્રી ભાવસાર સાહેબની કોર્ટ ગાંધીધામનાઓ સમક્ષ ચલાવવામાં આવેલ.
સદરહું કેસમાં ચાલતા કામે આરોપી મહેન્દ્રસિંહ મંગુભા જાડેજાનું અવશાન થયેલ. બાકીના આરોપીઓ વિરૂધ્ધ કેસ ચાલી જતા બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ બચાવ અને ઉલટ તપાસ તથા રજુ થયેલ દલીલ દ્વારા આરોપીઓ સદરહું ગુન્હામાં સાબિત થઈ શકે તેવો કોઈ મજબુત પુરાવો ન હોવા સામે નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ.
સદરહું કેસમાં નરેશસિંહ ઉર્ફે નિરૂભા ભાવસિંહ રાઠોડના બચાવ પક્ષે ડી.જે. જાેબનપુત્રા, એસ.ઓ.ચૌધરી અને મયુરસિંહ ભગવતસિંહ જાડેજા, હરમિતસિંહ ઉર્ફે હરવિંદરસિંહ ઘનશ્યામસિંહ રાઓલ તરફે બચાવ પક્ષના એડવોકેટ તરીકે પી.એમ.મહેશ્વરી, રમેશભાઈ રોશિયા તથા પ્રકાશભાઈ ડેવરીયા હાજર રહી ધારદાર દલીલ કરેલ હતી.