ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સુરતમાં દશકા જુની મિત્રતાના આધારે વિશ્વાસમા લઈને શેરબઝાર, ક્રિપ્ટો અને જમીનના ધંધાના નામે ૭૫.૯૨ લાખ જેટલા રૂપીયાનું ફુલેકુ ફેરવીને છેલ્લા ૯ મહિનાથી નાસતો ફરતો ઓમ જયંતીભાઈ પ્રજાપતી (હાલ, અમરોલી)ની સુરત પોલીસે ધરપકડ કરી છે. આરોપી સામે ગત વર્ષે ફરિયાદ થયા બાદથી તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો.
આરોપીએ ફરિયાદ બાદ બચવા માટે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી, તે જામીન અરજી પણ સેશન્સ કોર્ટ સુરત દ્વારા નામંજુર કરી દેવાઈ હતી, ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા તે ૯ મહિનાથી હાઈકોર્ટમા આગોતરા જામીન મુકેલા તેમજ ત્યાં હાઈકોર્ટમાં તેમના દ્વારા જુઠ્ઠાણુ ફેલાવીને એવી રજુઆત કરીને પોલીસે કઈ રીતે કાર્યવાહી કરવી તેવી દલીલ કરતા હાઈકોર્ટ દ્વારા વચગાળાની જામીન અરજી પણ નામંજુર કરાઈ હતી. આ સમગ્ર મામલાની તપાસ ઈકો સેલના પીએસઆઈ ગીરનાર કરી રહ્યા છે, ફરિયાદીના વકીલ દિપક એ. કલાલ દ્વારા જાણ કરાઈ હતી.