ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર પોલીસે મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનના NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા-ફરતા આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દધાણીયા (ઉં.વ.-૨૫, રહે. જુમ્માપીર ફાટક પાછળ ઝુપડપટ્ટી, મેઘપર બોરીચી, તા. અંજાર. મૂળ દાદર ગામ, તા. સમી, જી. પાટણ) ને ઝડપી પાડ્યો છે.
પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ, આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. વાળાએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આ સૂચનાના આધારે, આદિપુર સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે આ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.