- એકતા મંડળ દ્વારા અસ્થિ સર્વિજનનું આ કાર્ય ર૦૦૪થી કરવામાં આવે છે : નંદુ મીઠવાણી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દર વર્ષની જેમ આ વર્ષ તા.૧૦/૦૪/ર૦રપના રોજ હરિદ્વારમાં બ્રાહ્મણો દ્વારા ૧૯૦ લોકોની અસ્થિઓનું વિસર્જન કરાયુ હતુ. એકતા ગ્રુપ દ્વારા આ કાર્ય સતત ર૦૦૪થી કરવામાં આવે છે. આદિપુર સોનાપુરી ટ્રસ્ટ સંચાલીત સ્મશાનમાં ર૦રપની અસ્થિઓ બીનવારસુ જેમાં અબોલ મંદબુદ્ધિ, લાવારીશની અસ્થિઓને દિગવંત આત્માઓને મોક્ષ પ્રદાન થાય તેવા હેતુથી ગંગા મૈયામાં વિસર્જન કરાયુ હતુ.

આ કાર્ય તમામ ધાર્મિક વિધી પૂર્ણ કરીને એકતા ગ્રુપના સભ્યો મુંડન પણ કરાવેલ છે. આદિપુરથી સોનાપુરી સ્મશાનથી અસ્થિરથ કાઢવામાં આવ્યો હતો. જેનું મુખ્ય માર્ગો ઉપર પરીક્રમા કરવામાં આવી હતી. આ દરમિયાન ઠેરઠેર પુષ્પાંજલિ કરાવી ટ્રેન દ્વારા હરિદ્વાર પહોંચ્યા હતા. ગાંધીધામ માર્કેટમાં ભાજપા પરીવારે પુષ્પાંજલિ આપી હતી. ધવલ આચાર્ય પરીવાર પણ સામેલ રહ્યું હતુ. અસ્થિ રથની પરીક્રમામાં એસ.પી. સાહેબની કચેરીએ સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

મંડળના પ્રમુખ નંદુ મીઠવાણીએ જણાવ્યુ હતુ કે, આ કાર્યમાં સોનાપુરી ટ્રસ્ટનો તથા ધવલ આચાર્યનો સહયોગ સાંપડ્યો હતો. અંદાજે ૧૯૦ અસ્થિઓનું નનામીનો પુજન સાથે વિસર્જન કરાયુ હતુ. ત્યાર બાદ મંડળના કાર્યકર્તાઓ દ્વારા મુંડન કરાવામાં આવ્યા હતા. આ કાર્ય પહેલા કોરોના કાળ સમયે પણ ૩પ૦ અસ્થિઓનું વિસર્જન પણ હરિદ્વારમાં કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યને સફળ બનાવવા મંડળના પ્રમુખ નંદુ મીઠવાણી, બાબુભાઈ દલવાણી, જેકી કોડવાણી, હરેશ કુંવરજી, નારુભાઈ, કિશોરભાઈ, અમીતભાઈ, મનુભાઈ, જીતેશભાઈ, ગોરધનભાઈ, ઘનશ્યામભાઈ મુકેશ ભાનુશાલી, ભેભુભાાઈ, ઉષાબેન સાથે મહિલાઓ પણ આ કાર્યમાં જાેડાયા હતા.

એકતા યુવા ગ્રુપ દ્વારા બિન વારસુ અસ્થિઓની સંભાળ રાખવા રૂપિયા ૪ લાખના ખર્ચે અસ્થિ રૂમ આદિપુર સોનાપુરી સ્મશાનમાં પણ બનાવવામાં આવેલ છે. જેમાં બિન વારસુ અસ્થિઓ જ્યાં ત્યાં ફેકવામાં ન આવે સીધા બિન વારસુ અસ્થિ રૂમમાં એકઠી કરી દર વર્ષે હરિદ્વાર લઈ જવા સંગ્રહ કરવા મંડળે જહેમત ઉઠાવી છે