AI 171 પ્લેન ક્રેશ: 11A સીટ ફરી બનાવી અવિસ્મરણીય ઇતિહાસ

AI 171 પ્લેન ક્રેશ: 11A સીટ ફરી બનાવી અવિસ્મરણીય ઇતિહાસ AI 171 પ્લેન ક્રેશ: 11A સીટ ફરી બનાવી અવિસ્મરણીય ઇતિહાસ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171, ટેકઓફ થયા પછી માત્ર બે મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ રમેશ વિશ્વાસ ચમત્કારિક રીતે બચી ગયો છે. વિશેષ બાબત એ છે કે રમેશ વિશ્વાસ વિમાનમાં સીટ નંબર 11A પર બેઠેલા હતા.

1998માં પણ એવીજ દુર્ઘટના, બચ્યો હતો 11A સીટ પર બેઠેલો થાઈ એક્ટર

આ ઘટનાને કારણેCજેમાં થાઈલેન્ડના જાણીતા એક્ટર અને સિંગર રુઆંગસાફ લોયચુસાફ પણ 11A સીટ પર બેઠેલા હોવા છતાં જીવતી બચી ગયા હતા. તેણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, “ભારતમાં જે મુસાફર જીવતા બચ્યા, તે પણ 11A પર બેઠેલો હતો – એ જોઈને હું શોકમાં આવી ગયો. મને મારી 20 વર્ષની ઉંમરમાં થયેલી દુર્ઘટના યાદ આવી ગઈ.”

Advertisements
ગજબ સંયોગ! 27 વર્ષ પહેલા પણ 11A સીટ પર બેઠેલા વ્યક્તિનો પ્લેન ક્રેશમાં બચ્યો હતો જીવ 2 - image

તેઓ જણાવ્યું કે 11 ડિસેમ્બર, 1998ના રોજ થાઈ એરવેઝની ફ્લાઈટ TG261 દુર્ઘટનામાં 146 મુસાફરોમાંથી 101નાં મોત થયા હતા. “મારી પાસે બોર્ડિંગ પાસ નહોતો, પણ ન્યૂઝપેપર રિપોર્ટમાં સ્પષ્ટ હતો કે મારી સીટ 11A હતી. ત્યાર બાદ હું 10 વર્ષ સુધી વિમાનમાં પ્રવાસ ન કર્યો,” એમ તેમણે જણાવ્યું.

ફ્લાઈટ AI171 – એક માત્ર જીવિત મુસાફર: રમેશ વિશ્વાસ

વિમાન AI171માં કુલ 242 લોકો સવાર હતા – જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. અત્યારસુધી મળતી માહિતી મુજબ 272 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાંથી 30 જેટલા મૃતદેહો વિમાનના બળતા કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રમેશ વિશ્વાસ હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના નિવેદન માટે પોલીસ રાહ જોઈ રહી છે.

Advertisements

11A – અંક કે ઇતિહાસ?

આ સતત બનેલા સંયોગો વચ્ચે હવે લોકોમાં “11A” સીટને લઈને જુદી જુદી અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ છે. શું આ માત્ર સંયોગ છે કે ભાગ્યનો કોઈ અજમાવ?

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment