ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના આદિપુરમાં શનિ દેવ મંદિરની બાજુમાં બનેલ કામધેનુ ગૌશાળામાં એલ્યુમિનિયમ સંગઠન કચ્છ દ્વારા ગૌ રક્ષા માટે અનોખી પહેલ કરવામાં આવેલ. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કોઈ કારણોસર ગૌ શાળામાં આગ લાગી હતી જેમાં ગાયો માટે રાખેલ સુકો ઘાસ ચારો બળીને ખાખ જવા પામ્યો હતો. જેના કારણે વિવિધ સંગઠનો દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે એલ્યુમિનિયમ એસોસીએશન ઓફ કચ્છ દ્વારા ૧ લાખ રૂપિયાનો આર્થિક સહયોગ આપ્યો હતો. આ વેળાએ એસોસીએશનના પ્રમુખ ગોરધન આર.સાપેલા, સચિવ સુશીલ ભટનાગર, ખજાનચી સત્યરામ મૌર્ય, દિપકભાઈ રાઠોડ, પુરુષોતમભાઈ નાગરાની, રાકેશ ચૌરસીયા, નિકુંજ ચોપડા, હિતેશભાઈ, જીતેન્દ્રસિંહ અશોકભાઈ ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.


Add a comment