ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીની સુચનાથી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે એવા અમૃતા દાસ ગુપ્તાને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

અમૃતા દાસ ગુપ્તાએ મહિલા કોંગ્રેસ રહીને અનેક જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને નિભાવી છે અને તેમને હંમેશા કોંગ્રેસ પાર્ટી માટે કામ કરેલ છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી થતા તેમને ઠેર ઠેર અભિનંદન મળી રહ્યા છે.