ઓરિજનલ અને સારા મ્યૂઝિકનો સમય હવે આવી ગયો : ફરહાન મેમણ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેટકેટલી ઉત્કૃષ્ટ કળાઓના મિશ્રણ અને તેના કસબીઓના કૈશલ્યથી સર્જન પામતી બોલીવૂડની ફિલ્મો સુધી પહોંચવું એ ખાવાના ખેલ નથી, પણ અંજારના એક યુવા અને પ્રતિભાશાળી ગીતકાર ફરહાન મેમણે આ મુકામ હાંસિલ કરવામાં કામયાબી મેળવી છે.

ફરહાન મેમણ જણાવે છે કે મને બાળપણથી જ કવિતા અને શાયરી પ્રત્યે લગાવ હતો. યુથ ફેસ્ટિવલમાં ઘણી કાવ્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ રાજય લેવલ સુધી જતાં. દસેક વર્ષ અગાઉ ખ્યાલ આવ્યો કે ફિલ્મના ગીતો કેવી રીતે લખાતાં હશે. ત્યારથી ફિલ્મસ માટે ગીતો લખવાની ઇચ્છા પ્રબળ થઈ. પરંતુ બોલિવુડની ફિલ્મમાં કામ મેળવવું એટલું સહેલું નથી. લાખો લોકો પોતપોતાનું નસીબઆજમાવતાં હોય છે. એમની પેઢી ખુશનસીબ છે કે આજે સોશિયલ મિડીયા ઉપલબ્ધ છે. એમણે સોશિયલ મિડીયાની મદદથી બોલિવુડના ઘણાંખરા મ્યુઝિક ડાયરેકટર્સનાં મોબાઈલ નંબર્સ શોધી તેમને લખેલ ગીતો મોકલતાં.

એક દિવસ ગૌરવ દાસગુપ્તા (મ્યુઝિક ડાયરેકટર)ને ફરહાને એક મુખડો રંગદરિયા લખી મોકલ્યો. એમને સારો લાગતાં એને કંપોઝ કર્યો અને ઈમરાન હાશ્મીને સંભળાવ્યું જે ઈમરાન હાશ્મીને ગમી જતાં એમણે પોતાની મૂવી ચેહરે માટે પસંદ કરી લીધો અને એ ગીત રંગદરિયા હતું જે અમિતાભ બચ્ચનને પણ ખૂબ પસંદ પડયું અને આમ ફરહાન ને આટલી મોટી મૂવી ‘ચેહરે‘ થી બ્રેક મળ્યો.

ફરહાન કહે છે કે હું ખુશ નસીબ છું કે આ મૂવીમાં અમિતાભ બચ્ચન જેવા જાજરમાન અભિનેતાઓએ કામ કર્યું છે. આજ ભી વો જહાં ખડે હોતે હૈં, લાઈન વહીં સે શુરૂ હોતી હૈ અને મારા સોંગ રાઈટર તરીકે કરિયર ની શરુઆત પણ એમની મૂવી ચેહરે થી થઈ છે. ચેહરે માં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી ઉપરાંત અન્નુ કપૂર, સિધ્ધાંત કપૂર અને ક્રિશ્ટલ ડિસૂજા પણ મહત્વની ભૂમિકાઓમાં છે.
અન્ય આલ્બમ ગીતો જુગ્નૂ અને મેહરમ પણ રિલીઝ થયાં છે, જે લોકો ને પસંદ આવી રહ્યાં છે. વર્ષ ૨૦૨૨ માં વિનોદ ભાનુશાલીના મ્યુઝિક લેબલ હિટ્ઝ મ્યુઝિક હેઠળ ફરહાન દ્વારા લખાયેલ ચાર સોંગ્સ રિલીઝ થયાં હતાં જે બોલીવુડ નાં જાણીતાં સિંગર્સ દ્વારા ગવાયેલાં હતાં.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૩ માં પાકિસ્તાની ગાયક સાગર મલિક સાથે પણ કામ કર્યું. એમણેલખેલ સોંગ હમસફર જે સાગર મલિકે કંપોઝ કર્યું અને ગાયું હતું. હાલમાં વર્ષ ૨૦૨૪ માં બે બોલીવુડ ફિલ્મો માં સોંગ્સ લખ્યાં. ત્રિભુવન મિશ્રા સી.એ. ટોપર અને સેક્ટર ૩૬ નામની ફિલ્મો માં ફરહાન દ્વારા લખાયેલ ગીતો હતાં. જે લોકો એ ખૂબ પસંદ કર્યા હતાં. એક ગીત મીઠી મીઠી બરસાતેં પણ લખ્યું હતું જે બોલીવુડ નાં પ્રખ્યાત ગાયક શાને ગાયું હતું અને આ ગીત વર્ષ ૨૦૨૪ માં રિલીઝ થયું હતું. અન્ય સોન્ગસ્ પણ લખ્યાં છે જેમના પર કાર્ય થઈ રહ્યું છે જે નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાનાં છે.
મેલોડી અને રાગ-ભાવથી ભરેલ ગીતો ઘણાખરા લોકો આજે પણ સાંભળવાના પસંદ કરે છે. નદીમ-શ્રવણ તેમના ઓલટાઇમ ફેવરેટ સંગીતકાર છે. ભવિષ્યમાં એ.આર. રહેમાન જેવા સંગીતકાર માટે ગીત લખવાની ઇચ્છા છે. ફરહાન નુ માનવું છે કે આજે ઇન્ડસ્ટ્રી માં દરેક કલાકાર સારી રીતે કાર્ય કરી રહ્યાં છે મને લાગે છે ઓરિજનલ અને સારા મ્યૂઝિક નો સમય હવે આવી ગયો છે.