અંજાર પોલીસે ગુમાવેલ મોબાઈલ અને ચોરાયેલ ઘરેણાં પરત કર્યા

અંજાર પોલીસે ગુમાવેલ મોબાઈલ અને ચોરાયેલ ઘરેણાં પરત કર્યા અંજાર પોલીસે ગુમાવેલ મોબાઈલ અને ચોરાયેલ ઘરેણાં પરત કર્યા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત પોલીસનું સૂત્ર “તેરા તુજ કો અર્પણ” ને સાર્થક કરતા, અંજાર પોલીસે ગુમાવેલ મોબાઈલ ફોન અને ચોરાયેલ સોના-ચાંદીના ઘરેણાં પરત કર્યા છે.

પોલીસે લોકોના ગુમ થયેલ 20 મોબાઈલ ફોન (કિંમત રૂ. 3,00,000) અને ચોરીના 4 કેસમાં સોનું (65.81 ગ્રામ, કિંમત રૂ. 88,200), ચાંદી (1,061.5 ગ્રામ, કિંમત રૂ. 11,100) અને રોકડા રૂ. 1,00,000 રિકવર કર્યા છે.

પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.આર. ગોહિલ અને તેમની ટીમે આ કામગીરી કરી હતી અને અંજાર પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં માલિકોને તેમની વસ્તુઓ પરત સોંપવામાં આવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *