અંજાર પોલીસે વ્યાજખોરોની ગુનાહિત સંપત્તિ જપ્ત કરી

અંજાર પોલીસે વ્યાજખોરોની ગુનાહિત સંપત્તિ જપ્ત કરી અંજાર પોલીસે વ્યાજખોરોની ગુનાહિત સંપત્તિ જપ્ત કરી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી મિલકત જપ્ત કરી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને વ્યાજખોરીથી મેળવેલી મિલકત જપ્ત કરવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના ભાગરૂપે, અંજાર પોલીસે જીસીટીઓસી કાયદા હેઠળ કાર્યવાહી કરી છે.  

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ દ્વારા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને સંગઠિત થઈને ગુના કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી.  

અંજાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩૨૪૧૦૮૩/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૮૪, ૪૦૬, ૪૨૦, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપીઓ (૧) રીયાબેન ઈશ્વરગર ગૌસ્વામી, (૨) આરતીબેન ઈશ્વરગર ગૌસ્વામી અને (૩) તેજસ ઈશ્વરગર ગૌસ્વામી, તમામ રહે. મંકલેશ્વર અંજાર કચ્છ વાળા હોવાનું જાણવા મળ્યું છે.  

આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે ગુનાઓ આચરીને મિલકતો મેળવી હતી. જી.સી.ટી.ઓ.સી. કાયદાની કલમ-૧૮ મુજબ આરોપીઓની મિલકતોની જડતી અને ટાંચ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ દ્વારા ગૃહ વિભાગ ગાંધીનગરને મિલકત જપ્ત કરવા દરખાસ્ત મોકલવામાં આવી હતી, અને ગૃહ વિભાગે મિલકત જપ્ત કરવા હુકમ કર્યો હતો.  

આ હુકમના આધારે, નીચે મુજબની મિલકતો જપ્ત કરવામાં આવી છે:

  • (૧) રીયાબેન ગુસાઈની જપ્ત કરવામાં આવેલ મિલકત: અંજારમાં વોર્ડ નં. 12 પ્લોટ નં. 48 દેવનગર, જેની કિંમત રૂ. 12, 52, 500/- છે.  
  • (૨) આરોપીઓએ તેઓના માતા તારાબેન ગુસાઈના નામે વસાવેલ જપ્ત કરવામાં આવેલ મિલકત:
    • મેઘપર બોરીચીમાં મકલેશ્વરનગરમાં રે. પ્લોટ નં. 53, જેની કિંમત રૂ. 12, 94, 165/- છે.  
    • અંજારમાં વોર્ડ નં. 12 પ્લોટ નં. 132 ગંગોત્રી-02, જેની કિંમત રૂ. 13, 71, 644/- છે.  
    • કુલ મિલકતની કિંમત રૂ. 26, 65, 809/- છે.  

આ કામગીરીમાં નાયબ પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ, પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.આર. ગોહિલ અને અંજાર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *