ગાંધીધામ ટુડે ન્યૂઝ: અંજારના મેઘપર બોરીચી નજીક નાલા પાસે એક ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની છે. બે બાઈકસવાર લૂંટારૂઓએ એક એક્ટિવા સવારને નિશાન બનાવી રોકડ રકમની લૂંટ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એક્ટિવા પર સવાર એક વ્યક્તિ જતા હતા ત્યારે બંને બાઈકસવાર લૂંટારૂઓએ તેમને ટક્કર મારી તેમના સ્કૂટર (એક્ટિવા)ની ડીકીમાંથી રૂ. ૭ લાખની રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
અંજાર પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને લૂંટારૂઓના હાથિયા લગાડવા માટે વિશેષ ટોળી કામે લાગી ગઈ છે. દરમિયાન આરોપીઓ પોલીસ હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.