ટોલ પ્લાઝા પર 15 ઓગસ્ટથી વાર્ષિક પાસની સુવિધા શરૂ થશે

ટોલ પ્લાઝા પર 15 ઓગસ્ટથી વાર્ષિક પાસની સુવિધા શરૂ થશે ટોલ પ્લાઝા પર 15 ઓગસ્ટથી વાર્ષિક પાસની સુવિધા શરૂ થશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટથી ટોલ પ્લાઝા પર ખાનગી વાહનો માટે વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવશે. આ પાસની કિંમત ₹3000 રહેશે અને તે એક વર્ષ અથવા 200 ટ્રિપ માટે માન્ય ગણાશે.

આ સુવિધા ખાસ કરીને કાર, જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે જ છે, વાણિજ્યિક વાહનો માટે નહીં. ગડકરીએ જણાવ્યું કે પાસના એક્ટિવેશન અને રિન્યુઅલ માટે રાજમાર્ગ યાત્રા એપ અને NHAI/MoRTHની વેબસાઇટ પર ટૂંક સમયમાં એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી પ્રક્રિયા સરળ બની શકશે. આ નિર્ણયથી નિયમિત મુસાફરી કરતા ખાનગી વાહનચાલકોને ફાયદો થશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *