કચ્છમાં ડ્રગ્સનો વધુ એક પર્દાફાશ: લાકડિયા પોલીસે 5.8 કિલો ગાંજા સાથે 2 ની ધરપકડ

કચ્છમાં ડ્રગ્સનો વધુ એક પર્દાફાશ: લાકડિયા પોલીસે 5.8 કિલો ગાંજા સાથે 2 ની ધરપકડ કચ્છમાં ડ્રગ્સનો વધુ એક પર્દાફાશ: લાકડિયા પોલીસે 5.8 કિલો ગાંજા સાથે 2 ની ધરપકડ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : લાકડિયા પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અજની ગામથી 5.800 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લઈને લાકડિયા-કટારિયા રોડ પર આવેલા ઢાબા સુધી પહોંચેલા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. આ ગાંજાની બજાર કિંમત 58,000 રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે નશીલા પદાર્થની વધુ એક હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

ઘટનાની વિગત:

Advertisements

ગત રાત્રિએ લાકડિયા પીઆઇ જે.એમ. જાડેજાને બાતમી મળી હતી કે, લાકડિયા-જૂના કટારિયા ચાર રસ્તા પાસે આવેલા અજમેર પંજાબી ઢાબા નજીક બે શખ્સો માદક પદાર્થનો જથ્થો લઈને આવ્યા છે અને ઢાબા પાસે આવેલી પંક્ચરની દુકાને બેઠા છે.

બાતમી મળતા જ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકને જાણ કરી, ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઇન્વેસ્ટિગેશન કીટ તૈયાર કરી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં બન્ને ઇસમો પાસે રહેલા થેલાની તલાશી લેતા તેમાંથી 5.800 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 58,000 રૂપિયા છે.

ઝડપાયેલા આરોપીઓ અને વધુ તપાસ:

પોલીસે સાબરકાંઠાના વિષ્ણુ બાબુભાઈ ગમાર અને અજય મણાભાઈ ઉર્ફે માનાભાઈ પરમારની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે મોબાઈલ ફોન સહિત કુલ 68,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે આ ગાંજો ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અજની ગામથી મુકેશભાઈ બુંબડીયાએ મોકલાવ્યો હતો અને લાકડિયાના દિનેશ બાવાજીએ મંગાવ્યો હતો.

Advertisements

આ કબૂલાત બાદ લાકડિયા પોલીસે ઝડપાયેલા બંને શખ્સો સહિત ગાંજો મોકલનાર અને મંગાવનાર એમ કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બહારના રાજ્યોમાંથી, ખાસ કરીને પંજાબથી કચ્છ સુધી ફેલાયેલા ડ્રગ્સના વેપલાના તારને વધુ ઉજાગર કરે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment