ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરમાં મહિલા પાસેથી સોનાની ચેન ખેંચી નાસી જનાર આરોપીઓ પૈકી બેને ભચાઉ પોલીસે ઝડપવામાં સફળતા મળી છે. બંને આરોપીઓની ધરપકડ CCTV ફૂટેજના આધારે રાજકોટમાંથી કરવામાં આવી છે.
ઘટનાની વિગત:
ગત 15 એપ્રિલે ભચાઉમાં બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવ્યા હતા અને એક મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. ઘટના બાદ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓની ઓળખ:
- અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (ઉ.વ.26) – રહે. નવાગામ, રાજકોટ
- અજય ઉર્ફે અજુ સંજયભાઈ સોલંકી (ઉ.વ.21) – રહે. ચુનાળા ચોક, રાજકોટ
દોંસો આરોપી લેખન બચુભાઈ માલાણી હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદ છે, જ્યારે કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
જપ્ત મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી ₹22,000 ના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
કાર્યવાહી ટીમ:
આ સમગ્ર કામગીરીમાં પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા LCBના સ્ટાફએ મહત્વની ભૂમિકા નિભવી હતી.