ગાંધીધામ ટુડે, ન્યુઝ : કચ્છની અગ્રિમ સેવાકીય સંસ્થા માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભચાઉ શહેર મધ્યે બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવ્યું હતું. જેનો બે માસનો તાલીમ ગાળો પૂર્ણ તથા તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પમાંભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન વિજયસિંહ જાડેજા , ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ ના મંત્રી અને ભાડાના માજી ચેરમેન વિકાસભાઈ રાજગોર , ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખશ્રી અશોકસિંહ ઝાલા તેમજ લાલજીભાઈ ગોર અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બહેનોને પ્રમાણ પત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
અતિથિઓએ માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર ની વિવિધ પ્રકારની સેવાકીય અને માનવતાવાદી પ્રવૃત્તિઓ ની સરાહના કરતા જણાવ્યું હતું કે ” માનવતા ગ્રુપ સર્વ ધર્મ સમભાવના સાથે સમગ્ર કચ્છમાં બહેનો માટે સ્વરોજગાર લક્ષી તાલીમ વર્ગો ના આયોજન દ્વારા વર્ષો થી ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે .
આ પ્રસંગે માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ માનવતા ગ્રુપની પ્રવૃત્તિઓ વિશે આછો ચિતાર આપતા જણાવ્યું હતું કે ” ભચાઉ શહેર મા આ ચોથું તાલીમ વર્ગ હોઈ સાથે સાથે આસપાસના ગામડાઓમાં પણ ગ્રુપ દ્વારા કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે અને આવા કેન્દ્રોમાં અનેક બહેનો સ્વરોજગારલક્ષી તાલીમો પ્રાપ્ત કરી રહી છે. અત્યાર સુધી માનવતા ગ્રુપ દ્વારા 30,000 થી વધુ બહેનોને વિવિધ પ્રકારની સ્વરોજગાર લક્ષી તાલીમો આપવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન દક્ષાબેન ગઢવી અને ગ્રુપ ની તાલીમાર્થી બહેનોએ કર્યું હતું.