ગાંધીધામ ટુડે, ન્યુઝ : અંજાર તાલુકાના ભીમાસર (ચ) ગામે શ્રી રામ નવમીના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની શોભાયાત્રામાં આશીર્વચન પુજય શ્રી યોગી દેવનાથબાપુ એકલધામ ભરુડીયા, અને પુજય શ્રી ભરતડાડા ગુરુશ્રી દેવજીડાડા ભારાપર જાગીર, મુખ્ય મહેમાન યાદવ મહાસભા ગુજરાત પ્રદેશ ના પ્રમુખ, આહીર કન્યા વિધ્યાલય ભુજોડી ના પ્રમુખ, ઉધોગપતી દાનવીર દાતા બાબુભાઈ હુંબલ, ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમીતીના મહામંત્રી વિ.કે. હુંબલ રહ્યા હતા.

શ્રીરામ જન્મોત્સવ શોભાયાત્રા આકાશમાં કેશરી ફુગ્ગાઓ ની છોડો છોડી ધર્મધજાઓ લહેરાવી જય શ્રીરામ જય રામ ના નારાઓ સાથે પરમ પુજય શ્રી યોગી દેવનાથબાપુ એકલધામ ભરુડીયા, ગામના મુખ્ય આગેવાન વિ કે હુંબલ, બાબુભાઈ બી હુંબલ, બી.એન. આહીર, બાબુભાઇ વેલજીભાઈ ડાંગર, બાબુભાઈ ધમાભાઈ ડાંગર, બાબુભાઇ વેલજીભાઈ હુંબલ, ધમાભાઈ સામતભાઈ ડાંગર, ગોવિંદભાઈ ગોગરા, મંદીર ના પુજારી અને ગામના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

રાધા ક્રુષ્ણા મંદીરે પાત્રોનું પુજન સંતો આગેવાનો અને બાવાજી દ્વારા કરવામાં આવ્યું આગેવાનો દ્વારા તીલક કરવામાં આવ્યુ, સાથે આગેવાનો દ્વારા મુખ્ય રથમાં બિરાજમાન ભગવાન શ્રી રામલલ્લાના દર્શન પુજન-અર્ચન કર્યું, રથયાત્રાના દોઢ કીલોમીટરના રુટ માટે માં બહેનો દ્વાર રસ્તામાં પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો અને શોભાયાત્રા ડી જે તાલે રામ સીયારામ સીયારામ જય જય રામ ના ગુણો વગાડતાં વગાડતાં ગામના મુખ્ય માર્ગો પર વિવિધ ફ્લોટો ટ્રેક્ટરો , ફુલો થી શળગારી જેમાં સરસ્વતી વિધ્યાલય દ્વારા કચ્છની ઝાંખી, અર્જુન વિધ્યાલય દ્વારા રામ દરબાર, પ્રાથમિક શાળા દ્વારા લવ કુશ ના સુંદર પાત્રો માધ્યમિક શાળા, દ્વારા સહભાગી થયા હતા, અને વિવિધ પાત્રો શ્રીરામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી જેવા અગલ અલગ ધાર્મિક પાત્રો સુંદર વેશભુષા માં લોકોનુ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.

ભગવાન શ્રીરામ મંદીર લાઇટ ડેકોરેશન ફુલહારથી સુંદર શુશોભીત કરવામાં આવ્યું હતું ૧.૫ કીલોમીટર ની રથયાત્રામાં શરબત પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી, સાંજે છ વાગ્યે રથયાત્રા ભીમાસર જુનાગામ ચોક ઠાકર મંદીર પહોંચી પુજય દેવનાથબાપુ અને પૂજ્ય ભરતડાડા ના આશીવર્ચન અને આગેવાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યુ, જુનાગામના ચોકમાં ભવ્ય દાંડિયારાસ નું આયોજન કરવામાં આવેલ, ત્યારબાદ સંધ્યા મહા આરતી અને પ્રસાદી રાખવામાં આવી હતી.
શોભાયાત્રામાં ગામનાં બહોળી સંખ્યામાં પારંપરિક (ટ્રેડીશનલ) ડ્રેસ મા ગામલોકો જોવા મળ્યા હતા. બહોળી સંખ્યામાં ગોમલોકોએ દર્શન આરતી અને શોભાયાત્રા દાંડીયારાસ નો લાહવો લીધો હતો,
કાર્યક્રમ ના ખર્ચ ની ટહેલ ગામનાં “આપણુ ભીમાસર” વોટ્સઅપ ગ્રુપ માં નાંખતા રુપીયા 274113 જેવી રકમ થોડા સમયમાંજ લખાવાયી ગઇ હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શંભુભાઈ એન ગોગરા, દેવજીભાઈ ડાંગર, ભરતભાઈ ઝરુ, હરિભાઈ ડાંગર, જગદીશભાઈ ડાંગર, દેવદાનભાઈ ઝરુ, વિનોદભાઈ હેઠવાડીયા, મુરલીધર ગ્રુપના સૌ સદસ્યો,અને ગામનાં સૌ આગેવાનો વડીલો, યુવાન ભાઈઓનો તન મન અને ધન થી સહયોગ પ્રાપ્ત થયો હતો, માતાઓ બહેનો ની પણ મોટી સંખ્યામાં હાજરી હતી, એવું અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહીર ની યાદીમાં જણાવ્યુ છે.