ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજની યુવતી હિના રાજગોરને દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસની પરેડમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. આ આમંત્રણ ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું હતું.

શા માટે મળ્યું આ સન્માન?
હિના રાજગોરને આ રાષ્ટ્રીય સન્માન 2025માં યોજાયેલી બીજી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે સુવર્ણ પદક જીતવા બદલ પ્રાપ્ત થયું છે.
નોંધનીય છે કે આ સિદ્ધિ બદલ એપ્રિલ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત દરમિયાન પણ હિનાનું સન્માન કર્યું હતું. આ સિદ્ધિ કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.