ભુજમાં ફરતા વાહનમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ભુજમાં ફરતા વાહનમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો ભુજમાં ફરતા વાહનમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ ટુડે, ન્યુઝ: ભુજ શહેરના મુન્દ્રા રોડ પર એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ ટ્રોલી મોલ સામેથી ફરતા વાહનમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને એસએમસીની ટીમે ઝડપી લીધો છે. આરોપી મિત ઉર્ફે બાબુ કાંતિલાલ કોટક પાસેથી રોકડ રૂ.3.04 લાખ, રૂ.10 લાખની કાર અને રૂ.60 હજારના મોબાઈલ ફોન મળી કુલ રૂ.13.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દુબઈમાં રમાતી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ પર મોબાઈલ ગેમ્બલિંગ એપ મારફતે સટ્ટો રમાડતો હતો.

તો આ ગેરકાયદે પ્રવૃત્તિમાં નીરજ પરમાર, હિમાંશુ કિલિંગર, મિત રાઠોડ, ગોપાલ ગઢવી, અક્ષય, દીપકભાઈ, ધવલભાઈ, જયભાઈ, જુણસ, પારસ, જીત રૂપારેલ, યુવરાજ, જીગર, સાહિલ સહિત કુલ 16 આરોપીઓના નામ બહાર આવ્યા છે. આ તમામ આરોપીઓના વ્યક્તિગત આઈડી હોવાનું સામે આવ્યું છે.

એસએમસીની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના આ કાર્યવાહી કરી હતી. ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં ક્રિકેટ સહિતના ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં ચાલતી હોવાની ફરિયાદો મળી હતી.

આ દરોડાથી જુગારના ભોગ બનેલા અને આર્થિક નુકસાન સહન કરનારા પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ છે. સમગ્ર કેસની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસએમસીના પીએસઆઈ કે.એચ. ઝણકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *