ભુજ-રાજકોટ ટ્રેન સેવા ફરી શરૂ: પ્રવાસીઓમાં આનંદ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : એક મહિનાના ટૂંકા અંતરાય બાદ ભુજ અને રાજકોટ વચ્ચેની સ્પેશિયલ પેસેન્જર ટ્રેન સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી ભુજ અને રાજકોટ વચ્ચે અવરજવર કરતા હજારો પ્રવાસીઓને મોટી રાહત મળી છે. નોંધનીય છે કે આ ટ્રેન અગાઉ દિવસ દરમિયાન દોડતી હતી, પરંતુ હવે તેના સમયમાં ફેરફાર કરીને રાત્રિના સમયે દોડાવવામાં આવશે.

રેલવે દ્વારા જાહેર કરાયેલ વિગતો અનુસાર, ભુજથી આ ટ્રેન દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 11:00 કલાકે ઉપડશે અને સવારે 5:50 કલાકે રાજકોટ પહોંચશે. જ્યારે રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 10:30 કલાકે ઉપડીને સવારે 5:00 કલાકે ભુજ પરત આવશે. રાજકોટથી 29 જુલાઈથી અને ભુજથી 30 જુલાઈથી આ સેવા ઉપલબ્ધ થશે.

Advertisements

આ ટ્રેનમાં કુલ 17 કોચ શામેલ હશે, જેમાં 4 જનરલ કોચ, 7 સ્લીપર કોચ, 3 થર્ડ એસી, 1 સેકન્ડ એસી અને 2 વિકલાંગ તથા લેડીઝ કોચનો સમાવેશ થાય છે. હાલ આ સેવા પ્રાયોગિક ધોરણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચલાવવામાં આવશે.

Advertisements

ઉલ્લેખનીય છે કે, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની રજૂઆતો બાદ રેલવે દ્વારા આ ટ્રેન સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે આ ટ્રેન સેવા પ્રવાસીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ભુજ-રાજકોટ વચ્ચે ફરી પેસેન્જર ટ્રેન શરૂ થતા સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment