ભુજ સ્વામિનારાયણ મંદિરની એમ્બ્યુલન્સ સેવાએ બચાવ્યો BSF જવાનનો જીવ

ભુજ સ્વામિનારાયણ મંદિરની એમ્બ્યુલન્સ સેવાએ બચાવ્યો BSF જવાનનો જીવ ભુજ સ્વામિનારાયણ મંદિરની એમ્બ્યુલન્સ સેવાએ બચાવ્યો BSF જવાનનો જીવ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સ સેવાએ તાજેતરમાં એક પ્રેરણાદાયી કાર્ય કરી બતાવ્યું છે. આ સેવાએ કચ્છના રાપર નજીક ફરજ પરના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક જવાનનો જીવ બચાવ્યો છે.

ગત મંગળવારની રાત્રે, રાપરના કુડા ખાતે ફરજ બજાવતા એક BSF જવાનને ઝેરી સાપ કરડ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થઈ. અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાં, ભુજ સ્વામિનારાયણ મંદિરના હેલ્થ કોઓર્ડીનેટર ભીમજી ગોહિલે ત્વરિત કાર્યવાહી કરી.

Advertisements

તેમણે 130 કિલોમીટરનું અંતર કાપીને સમયસર જવાનને રાપરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો. સમયસર મળેલી આ સેવાને કારણે, હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને જવાનનો જીવ બચી ગયો.

Advertisements

ભુજ સ્વામિનારાયણ મંદિરની આ એમ્બ્યુલન્સ સેવા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે માનવતાનું કાર્ય કોઈપણ સીમાઓથી પર છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment