ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં દારૂની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબી અને સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ત્રણ અલગ ઘટનાઓમાં કુલ રૂ.7 લાખથી વધુ મૂલ્યનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
રાપર: એલસીબીને મળેલી બાતમીના આધારે રાપર બસ સ્ટેશન પાસે આવેલા કોમ્પલેક્સમાં દરોડો પાડી રૂ.5.09 લાખનો વિદેશી દારૂ અને બિયરની 1,636 બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા. દારૂનો સંગ્રહ રામદેવસિંહ ઉદુભા જાડેજાએ કર્યાનું સામે આવ્યું છે. જોકે, દરોડા સમયે આરોપી ફરાર રહ્યો.
ભચાઉ: કુંભારડી ટોલનાકા પાસે ભચાઉ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીપમાં ઘરવખરીની આડમાં દારૂ હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. રૂ.1.66 લાખના દારૂની 599 બોટલો સાથે જીપ, એક્ટિવા અને ઘરવખરી સહિત કુલ રૂ.6.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વોંધના બાલાભાઇ રાવરિયા અને ભચાઉના પ્રકાશ જોશીની ધરપકડ કરાઈ છે.
અંજાર: મેઘપર બોરીચીના અરિહંતનગર વિસ્તારમાં રહેણાક મકાનમાં દારૂના સંગ્રહ અંગે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.39,120નો દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. મકાન માલિક અર્જુનકુમાર બનિયા દરોડા સમયે હાજર ન મળતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.
પોલીસ અને એલસીબી દારૂના જથ્થા અંગે વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.