એલસીબીની મોટી સફળતા: ટેન્કરના ગુપ્ત બોક્સમાંથી ₹78.25 લાખનો દારૂ ઝડપાયો

એલસીબીની મોટી સફળતા: ટેન્કરના ગુપ્ત બોક્સમાંથી ₹78.25 લાખનો દારૂ ઝડપાયોએલસીબીની મોટી સફળતા: ટેન્કરના ગુપ્ત બોક્સમાંથી ₹78.25 લાખનો દારૂ ઝડપાયો એલસીબીની મોટી સફળતા: ટેન્કરના ગુપ્ત બોક્સમાંથી ₹78.25 લાખનો દારૂ ઝડપાયોએલસીબીની મોટી સફળતા: ટેન્કરના ગુપ્ત બોક્સમાંથી ₹78.25 લાખનો દારૂ ઝડપાયો
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ એલસીબી અને દુધઈ પોલીસે ગુરુવારના રોજ બે અલગ-અલગ દરોડામાં રૂ.81.15 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ગેરકાયદેસર હેરાફેરીનો ભાંડો ફોડ્યો હતો. જેમાં માત્ર એક કિસ્સામાં ટેન્કરના લીવર બોક્સમાં છૂપાવેલા રૂ.78.25 લાખના દારૂ સાથે ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે માલ મોકલનાર, ભરાવનાર અને મંગાવનાર સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે, સામખિયાળી-મોરબી હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે એક ટેન્કરને રોકી તેની તપાસ કરતા ટેન્કરના ગોપન લીવર બોક્સમાંથી વિદેશી દારૂની 3,528 મોટી બોટલો અને 11,280 બદોટલાઓ મળી આવી, જેની કુલ કિંમત રૂ.78,25,200 છે.

Advertisements

ટેન્કર ડ્રાઈવર જગદિશ દેવારામ બિશ્નોઇ (રહે. ઝાલોર, રાજસ્થાન)ને તાત્કાલિક પકડી લેવાયો હતો. ટોટલ મળીને ટેન્કર, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.1.08 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગુનો સામખિયાળી પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે.

Advertisements

આ ઉપરાંત દુધઈ પોલીસ દ્વારા પણ જુદે એક દરોડામાં દારૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. પોલીસે તપાસ આગળ વધારી છે અને અન્ય શખ્સોની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment