ગાંધીધામ ટુડે, ન્યુઝ : તા. 22, માર્ચ બિહાર સ્થાપના દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ગાંધીધામમાં પંડિત દિન દયાલ હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. મહેમાનનું સ્વાગત કરાયું હતું. બિહાર સાંસ્કૃતિક કાર્યક્રમ, કલાકૃતિ નૃત્ય, ભોજપુરી ગાન, સંગીત ત્યારબાદ વર્ચ્યુઅલ ટેલિકાસટ બિહાર રાજ્યનું પ્રદર્શન કરાયું હતું.

નાલંદા વિશ્વવિદ્યાલય, ગુરુ ગોવિંદસિંહની જન્મ સ્થળ પટના, ભગવાન મહાવીરની જન્મભૂમિનું કોરિડોર અને વિશ્વ પ્રખ્યાત સ્થળ પ્રદર્શન કરાયું હતું. સમાજના હેમચંદ્ર યાદવ દ્વારા જણાવ્યુ કે, ઉત્તર ભારતથી લોકો ગાંધીધામ પોતાના કામ ધંધાના અર્થે આવી અહીં વસવાટ કર્યું છે. કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ, દેવજીભાઈ વરચંદ જિલ્લા ભાજપ અધ્યક્ષ, સાંસદ વિનોદભાઈ ચાવડા, બિહારના પૂર્વ મંત્રી વિનોદ નારાયણ ઝા, જિલ્લા પંચાયત પ્રમુખ કચ્છ જનકસિંહ જાડેજા, આશુતોશાહી,ગોરધનભાઈ ઝડફિયા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, ગાંધીધામ શહેર પ્રમુખ વિજય પરમાર, એ.કે.સિંગ, સુમિત કુમાર, મિશ્રાજી, હેમચંદ્ર યાદવ, સહદેવસિંહ યાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મોમાયાભા ગઢવીએ કર્યું હતું.


