ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બુધવારે સંગઠન બેઠક

ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બુધવારે સંગઠન બેઠક ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બુધવારે સંગઠન બેઠક

સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ-મહામંત્રી વિનોદભાઇ ચાવડા 15 જિલ્લાના પ્રમુખ અને પ્રભારીઓને સંગઠનલક્ષી માર્ગદર્શન આપશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યના અલગ-અલગ 35 જિલ્લા અને મહાનગરોમાં ભાજપ દ્વારા પ્રમુખના નામની ઘોષણા કરી દેવાયા બાદ હવે સંગઠન રચનાની કામગીરી હાથ પર લેવામાં આવનાર છે. તમામ જિલ્લા અને મહાનગરોમાં નવી સંગઠન ટીમ બનાવવાનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી બુધવારે બપોરે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની સંગઠન બેઠક મળશે. જેમાં નવ નિયુક્ત પ્રમુખોની સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે.

આવતા વર્ષના આરંભે રાજ્યની 6 મહાનગરપાલિકા ઉપરાંત નવરચિત 9 મહાનગરપાલિકા સાથે 31 જિલ્લા પંચાયતની ચુંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામની ઘોષણા થઇ જશે. આગામી બુધવારે રાજકોટમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 15 જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખ અને પક્ષના પ્રભારીઓ ઉપરાંત અપેક્ષિતો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તમામ નવ નિયુક્ત પ્રમુખોને સંગઠનલક્ષી માર્ગદર્શન આપશે. નવી ટીમ બનાવવા માટે જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા સહિતની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવશે. સાથોસાથ વિવિધ મોરચાની રચના અંગે પણ પ્રાથમિક ચર્ચા-વિચારણાં કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *