પ્લાસ્ટિક પર બ્રેક: સચિવાલયમાં હવે કાચની બોટલમાં પીવાનું પાણી

પ્લાસ્ટિક પર બ્રેક: સચિવાલયમાં હવે કાચની બોટલમાં પીવાનું પાણી પ્લાસ્ટિક પર બ્રેક: સચિવાલયમાં હવે કાચની બોટલમાં પીવાનું પાણી

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સચિવાલય કેમ્પસમાં ઇકો-ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો આજે પ્રારંભ કર્યો.

આ પગલાં હેઠળ હવે પ્લાસ્ટિક બોટલની જગ્યાએ કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે — તે પણ પ્લાસ્ટિક બોટલના દરે. પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વની ગણાતી આ પહેલ નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત છે.

નવો પ્લાન્ટ સચિવાલયના બ્લોક નંબર 13ના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત થયો છે, જેમાં કાચની બોટલોને પૂરું પાડવા માટે ઇ-રિક્ષા દ્વારા પરિવહન વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવી છે.

મેડ ઇન ગુજરાત ટેકનોલોજી

આ ટેકનોલોજી વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને તેમની ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સપોર્ટથી તેઓએ આ માટે બે પેટન્ટ પણ મેળવી લીધા છે.

આ પહેલનું પ્રથમ સફળ પાયલોટ મોડેલ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટૂરિઝમ સાઇટ પર ત્રણ વર્ષ પહેલાં વન વિભાગ અને મહિલા સખી મંડળ દ્વારા શરૂ કરાયું હતું. આ ઉપરાંત તિરુપતિના તિરુમાલા ખાતે પણ આ પ્રકારનો મોટો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *