તુણામાં બે પક્ષો વચ્ચે ઘાતક હથિયારોથી હિંસક ધિંગાણું

તુણામાં બે પક્ષો વચ્ચે ઘાતક હથિયારોથી હિંસક ધિંગાણું તુણામાં બે પક્ષો વચ્ચે ઘાતક હથિયારોથી હિંસક ધિંગાણું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા નજીક તુણા બંદરે નિર્માણ પામી રહેલી નવી જેટી અંતર્ગત સરખા હિસ્સે મળેલાં તાર ફેન્સીંગના કોન્ટ્રાક્ટ મામલે બે લેબર કોન્ટ્રાક્ટરો અને તેમના સમર્થકો વચ્ચે ઘાતક હથિયારો સાથે હિંસક ધિંગાણું ખેલાતાં આઠેક જણાં ઘવાયાં છે. બંને પક્ષે એકમેક વિરુધ્ધ કુલ ૧૩ જણ સામે આપેલી ફરિયાદ નોંધી કંડલા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

ધારિયા, તલવાર, લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારોથી ખૂની હુમલો
કંડલા મરીન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તુણા રહેતા કાસમ મામદ મથડાએ હાસમ આમદ સોઢા, તેના ભાઈ વસીમ, અસગર અયુબ જુણેજા, ગની અયુબ જુણેજા, તાલીબ અસગર જુણેજા, સલીમ ગની જુણેજા અને ઝુબેર હારુન પટેલ સામે ગેરકાયદે ટોળકી બનાવી, એકસંપ થઈ સમાન હેતુથી ધારિયા, તલવાર, લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારોથી ખૂની હુમલો કરી પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ કરવા સબબ ફરિયાદ નોંધાવી છે.

Advertisements

ગત સાંજે પોણા પાંચના અરસામાં તુણા નજીક આ બનાવ બન્યો
આ બનાવ ગત સાંજે પોણા પાંચના અરસામાં તુણા નજીક બન્યો હતો. કાસમે જણાવ્યું કે તેને અને આરોપી હાસમ સોઢાને તાર ફેન્સીંગમાં પચાસ પચાસ ટકાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સોમવારે સવારે હાસમ અને તેના ભાઈ વસીમે સાઈટ પર ફેન્સીંગ કરી રહેલા કાસમના મજૂરોને અટકાવીને કામ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ સાંજે લાલ રંગની સ્વિફ્ટ અને લાલ રંગની સીલેરીયો કારમાં આવેલા હાસમ અને તેના ભાઈ સહિતના સાગરીતોએ ‘તને આ કામ નહીં કરવા દઈએ’ કહીને હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી કાસમ, તેના ભાઈ સલીમ, ફરિયાદીના બનેવી અનવર સુમાર ગાધ, હુસેન ભટ્ટી, મુસ્તાક મથડાને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Advertisements

પગ પર સ્કોર્પિયો કાર ચઢાવીને ડાબો પગ ભાંગી નાખ્યો
બીજી તરફ, હાસમના ભાઈ વસીમ સોઢાએ કાસમ સહિતના છ જણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. કાસમ મથડા, તેના ભાઈ સલીમ મથડા, અનવર ગાધ, અનવરના પુત્ર કલિયો, જમુડો મથડા અને મુસ્તાક અબ્દુલ મથડાએ સ્કોર્પિયો કારમાં પોતાની ઑફિસે આવીને, ધારિયા, પાઈપ, ધોકાથી હુમલો કરી પોતાને તથા પોતાના ભાઈ હાસમ, ગની જુણેજાને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું લખાવ્યું છે. સલીમે ફરિયાદીના પગ પર સ્કોર્પિયો કાર ચઢાવીને ડાબો પગ ભાંગી નાખ્યો હોવાનો તથા ગનીને પણ કારથી ટક્કર મારી ઘાયલ કર્યો હોવાનું ફરીયાદમાં લખાવાયુ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment