ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે ૧૦૦ કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા ૭ હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે એકશન લેવાનું શરૂ કરી દીધું છે.
તે વચ્ચે આજરોજ પૂર્વ કચ્છ પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરીને અંજારના લાખાપરના લીસ્ટેડ બુટલેગર સુજાભાઈ દેવાભાઈ રબારીનું વરસામેડીના અંબાજીનગરમાં આવેલ મકાનને ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં તોડી પાડ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, દારુના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર સુજા રબારી સામે અંજાર પોલીસમાં જ ૧૬થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે.