ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેન્દ્રની મોદી સરકારે જાતિ આધારિત વસ્તીગણતરી કરાવવાનો મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે, જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો અને અન્ય પક્ષોએ સમર્થન આપ્યું હતું. જોકે, કોંગ્રેસ માત્ર જાતિની ગણતરી કરવા માંગતી હતી, જે દર્શાવે છે કે તેઓ રાજકીય લાભ માટે તેનો ઉપયોગ કરે છે. રાજકીય બાબતોની કેબિનેટ સમિતિમાં ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે.


Add a comment