ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજ તાલુકાના કોડકી ગામે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મધ્યે વિદ્યાર્થીનીઓને સિલાઈ અને બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ના પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.
કચ્છ જિલ્લાના વિવિધ ગામડાઓની દિકરીઓ કોડકી ના છાત્રાલયમાં રહી ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. આ વિદ્યાર્થીનીઓ ને માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત સિલાઈ કામ અને બ્યુટી પાર્લરના વર્ગો દ્વારા તેમને અભ્યાસની સાથે સાથે સ્વ રોજગારલક્ષી તાલીમો પણ આપવામાં આવે છે .આ વર્ષે પણ બે પ્રકાર ની સ્વ: રોજગારલક્ષી તાલીમો આપ્યા બાદ તેમને પ્રમાણપત્ર વિતરણ નો કાર્યક્રમ છાત્રાલય મધ્યે યોજવામાં આવ્યો હતો.

આરંભમાં માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ ઉપસ્થિત વિદ્યાર્થીની ઓને ભવ્ય ભવિષ્ય માટે અભ્યાસની સાથે સાથે સ્વ:રોજગારલક્ષી તાલીમો હાંસિલ કરવી એ સમયનો તકાજો છે તેમ જણાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી .
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સવિતાબેન વરસાણી, નીતાબેન ગોહિલ , કસ્તુરબેન વિરાણી, નેહાબેન, અફસાનાબેન, પુષ્પાબેન, હિરલબેન ,શાંતાબેન, ભાવનાબેન, મોસીમભાઈ ,વિરલભાઈ, લલીતભાઈ તેમજ હરજીભાઈ ના હસ્તે પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કે. જી.બી. છાત્રાલય સંચાલિકા વાસંતીબેન સોનુભાઈ બારીયા એ કરી હતી.