ગાંધીધામમાં ગેસ્ટ હાઉસમાંથી 29 લાખનું કોકેઈન ઝડપાયું

ગાંધીધામમાં ગેસ્ટ હાઉસમાંથી 29 લાખનું કોકેઈન ઝડપાયું ગાંધીધામમાં ગેસ્ટ હાઉસમાંથી 29 લાખનું કોકેઈન ઝડપાયું

ગાંધીધામ ટુડે,ન્યૂઝ : પૂર્વ કચ્છના બી ડિવિઝન પોલીસે ગાંધીધામ બસ સ્ટેશન નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડીને બે શખ્સો પાસેથી આશરે 29.08 લાખ રૂપિયાની કિંમતનું કોકેઈન જપ્ત કર્યું છે. પોલીસે આ કેસમાં પંજાબના બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા, બી ડિવિઝન પોલીસે મુકેશ ગેસ્ટ હાઉસ પર છાપો માર્યો હતો અને ગેરકાયદેસર માદક પદાર્થ કોકેઈનના જથ્થા 29.08 ગ્રામ સાથે જશવિન્દરસિંગ જોગીન્દરસિંગ અને સતનામસિંઘ મેજરસિંગને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ગાંધીધામ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *