ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના બેન્કિંગ સર્કલ પાસે આવેલ રિલાયન્સ સ્માર્ટ સ્ટોરના જિઓ મેનેજર વિરેન્દ્રસિંહ જગદીશસિંહ વાળાએ એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગઇકાલે સાંજે તેમની ઓફિસમાં એક અજાણ્યો ઇસમ આવ્યો હતો. તેણે કચરા મુદ્દે વિરેન્દ્રસિંહ અને કર્મચારી ગોપાલભાઈ સાથે ગાળાગાળી કરી ગોપાલભાઈને થપ્પડ મારી હતી. આ ઇસમે પોતાને ગીરીરાજસિંહ રાણા તરીકે ઓળખાવી પોલીસ અધિકારી હોવાનો દાવો કર્યો, પરંતુ તેની પાસે કોઈ પુરાવો નહોતો. બાદમાં જાણવા મળ્યું કે તે પોલીસમાં નથી. આ ઘટના પછી વિરેન્દ્રસિંહે કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી છે.
