ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ ગાંધીધામ સ્થાપના દિવસે શહેરના આદ્ય સ્થાપક ભાઈ પ્રતાપ અને શહેરની સ્થાપના માટે હજારો એકર જમીન આપીને સ્થાપનામાં જેમનો સિંહફાળો છે એવા ક્ચ્છ મહારાઓ વિજયરાજસિંહ સવાઈ બહાદુરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. બન્ને મહાનુભવો અથાગ પ્રયત્નો અને મહેનતથી ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ દ્વારા શહેરીજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ વેળાએ ભરત ગુપ્તા, ચેતન જાેશી, ગનીભાઈ માંજાેઠી, અલ્પેશ ઝરું, શિવરાજ ગઢવી, ઇસ્માઇલ માંજાેઠી, બળવંતસિંહ ઝાલા, આર.એલ.નાગવાડિયા, પરબતભાઈ ખટાણા વગેરે ઊપસ્થિત રહ્યા હતાં તેવું ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી લતીફ ખલીફાની યાદીમાં જણાવ્યું હતું.