અંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ ઉપર હુમલો

Constable attacked while trying to arrest theft accused in Anjar Constable attacked while trying to arrest theft accused in Anjar

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજારમાં એક વર્ષ પહેલાં ચોરીના ઇરાદે ચિત્રકુટ સોસાયટીમાં ફરતો બાળ આરોપી તેને પડકારનાર બે હોમગાર્ડ જવાનો ઉપર છરીથી વાર કરી ભાગી ગયો હતો એ જ બાળ આરોપીએ પુખ્ત વયનો થયા બાદ વિજયનગર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ વાહન ચોરીના આરોપીને પકડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર મારી નાખવાના ઇરાદે પથ્થરમારો કરી ગંભીર ઇજા પહોંચાડાઇ હોવાની ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરી આરોપી તથા તેના મદદગારોને પકડી લીધા હતા.

અંજાર પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ નાથાભાઇ જીલરિયા શહેરમાં એમસીઆર તથા ચોરીના શકમંદ ઇસમોને શોધવા નીકળ્યા હતા ત્યારે અંજાર પોલીસ મથકે નોંધાયેલી બાઇક ચોરીની ઘટનામાં આ બાઇક ચોરી કરનાર ધ્રુવ ઉર્ફે ધુલો વેલજીભાઇ ચૌહાણ આ બાઇકના સ્પેરપાર્ટ ખોલી સગેવગે કરવાની ફીરાકમાં છે.

તેવી બાતમીના આધારે તેઓ વિજયનગર સરકારી હોસ્પિટલ પાછળ જઇ ત્યાં હાજર ધ્રુવને આ બાઇક ચોરાઉ છે તેમ કહી કોન્સ્ટેબલ ગુલાબસિંહને બોલાવતાં તે દરમિયાન ધ્રુવના પિતા વેલજીભાઇ ચૌહાણે આવીને તેમનો શર્ટ પકડી માર મારવા લાગ્યા હતા અને તમે પોલીસ વાળા મારા પુત્રને અવાર નવાર હેરાન કરતા હો છો કહી ધ્રુવે પથ્થર વડે તેમને મારી નાખવાના ઇરાદે માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને એકતાબેને આવી આજે તો આને જાનથી મારી નાખો કહ્યું હતું. સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીઓએ તેમને છોડાવી સારવાર અર્થે લઇ ગયા હતા. પોલીસે પોલીસ કર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર ત્રણે જણા સામે હત્યાના પ્રયાસની કલમ સહિતના ગુના નોંધી તરત જ ધરપબકડ કરી હતી.

હોમગાર્ડ પર હુમલો કર્યો ત્યારે બાળ આરોપી હતો પોલીસ કોન્સ્ટેબલ ઉપર પથ્થરમારો કરનાર આરોપી ધ્રુવ ઉર્ફે ધુલો એક વર્ષ પહેલાં ચિત્રકૂટ નજીક આવેલી સોસાયટીમાં રાત્રી દરમીયાન ચોરીના ઇરાદે ફરી રહ્યો હતો ત્યારે તે છરીથી વાર કરી નાશી ગયો હતો. હવે તે પુખ્ત વયનો છે અને કોન્સ્ટેબલ બાતમીના આધારે તેની પાસે જઇ પુછપરછ કરતાં તેણે પિતા સાથે મળી પથ્થર વડે ગંભીર ઇજા પહોંચાડી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *