ગાંધીધામ ટુડે ન્યુઝ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ગાંધીધામના સેક્ટર 1Aમાં મામલતદાર કચેરી નજીક આવેલી પોતાની જમીન પરના દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી. પોર્ટના એસ્ટેટ વિભાગે એક કન્ટેનરવાળી ચાની દુકાન અને એક શેડ સહિતના દબાણો દૂર કર્યા.
અગાઉ નોટિસ અપાઈ હોવા છતાં દબાણ ચાલુ રહેતા DPAના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને દબાણ હટાવ્યું. જોકે દબાણકર્તાઓએ રૂ.25,000નો હપ્તો આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો, જેને પોર્ટના અધિકારીઓએ સદંતર નકારી કાઢ્યો છે. આ કાર્યવાહી દર્શાવે છે કે DPA હવે પોતાની જમીનો પરના અનધિકૃત દબાણો સામે સક્રિય બન્યું છે અને ભવિષ્યમાં આવા વધુ કડક પગલાં લેવાનો સંકેત આપ્યો છે.
