આદિપુર બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું

આદિપુર બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું આદિપુર બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર બસ સ્ટેન્ડ ખાતે વધતી જતી દૈનિક ગતિવિધિઓ અને વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે નવી ટ્રાફિક પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતી વધારવાનો છે.

Advertisements

આ નવી ચોકીમાં પોલીસ અને ટીઆરબીના જવાનો હાજર રહેશે, જેઓ ટ્રાફિક નિયંત્રણ અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. આ ઉપરાંત સ્થાનિક લોકોની રજૂઆતો પણ અહીં સ્વીકારવામાં આવશે. આ ચોકીના નિર્માણથી બસ સ્ટેશન વિસ્તારમાં બનતા નાના-મોટા ગુનાઓ અને વાહન ચોરીના બનાવો પર અંકુશ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ પગલું ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Advertisements
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment