ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલી અને સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી આજે હોસ્પિટલ પરિસરમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ અને એકઝિસ બેંકના અધિકારી જયભાઈ દ્વારા ડોક્ટરો અને હોસ્પિટલના 70 જેટલા સ્ટાફને ડિજિટલ એરેસ્ટ, ઇ-ચલાન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ સકેમ્સ, ન્યૂડ વીડિયો કોલ, સોશિયલ મીડિયા હેરેસમેન્ટ જેવા ખતરનાક અને નવા પ્રકારના સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત સમજ આપી હતી.

જાગૃતિના ભાગરૂપે, તેઓએ જણાવ્યું કે:
- અજાણ્યા લિંક્સ કે APK ફાઈલો ન ડાઉનલોડ કરવી.
- બેન્ક એકાઉન્ટ અને એપ્સ માટે મજબૂત પાસવર્ડ રાખવો અને 2-સ્ટેપ ઓથન્ટિકેશન ચાલુ કરવું.
- કોઈ પણ શંકાસ્પદ કોલ કે સંદેશા સામે તરત જવાબ ન આપવો.

જયભાઈ દ્વારા પણ બેન્કિંગ ફ્રોડમાંથી બચવા પગલાંની વિગતો આપી હતી.
આવાં કાર્યક્રમો સામાન્ય લોકોની સાથે હેલ્થકેર સેક્ટરને પણ સાયબર જોખમ સામે જાગૃત કરે છે.

આ પ્રસંગે જાયન્ટ ગ્રુપના યુડી ડૉ. સુનિતા દેવનાની, પ્રમુખ ભારતી માખીજાણી, ડેપ્યુટી મેનેજર અલ્પેશ દવે, બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવ નિક્કી રાવત, ડીએ પૂજા પરિયાણી સહિતનું ટિમ હાજર રહ્યું હતું.