ગાંધીધામ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો ગાંધીધામ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ ટુડે, ન્યુઝ :બોર્ડર રેન્જ આઇજીપી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ હાલના સમયમાં વધી રહેલ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના ગુનાઓને નિયંત્રિત કરવા તેમજ આ ગુના અટકાવવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવા માટે સૂચના આપવામાં આવી હતી. દિનદયાલ મહિલા શશક્તિકરણ કેન્દ્ર ગોપાલપુરી ગાંધીધામ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ એ. જાડેજા, પીસી સુરેશભાઈ દાનાભાઈ, પીસી દશરથભાઈ સુબાભાઈ, સાયબર એક્સપટ વિજયભાઈ રાઠોડના દ્વારા દિનદયાલ મહિલા શશક્તિકરણ કેન્દ્ર ગોપાલપુરી ગાંધીધામ ખાતે અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાં તેઓના સ્ટાફને સાયબર ફ્રોડથી બચવા અને સાયબર ફ્રોડ અંગે માહિતી આપવામાં આવી હતી. સાયબર ફ્રોડથી બચવા માટેના શુ કરવું અને શું ન કરવું? તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હોસ્પિટલના સ્ટાફને કોઈ અજાણી લિંક કે APKનો ઉપયોગ ટાળવા તેમજ બેન્ક એકાઉન્ટ અને અન્ય એપ્લિકેશનમાં મજબૂત પાસવર્ડ રાખવા અને ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને વધુમાં વધુ જાગૃત કરવા અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સાયબર વોલેન્ટિયર બની પોલીસ તથા પ્રજાને ઉપયોગી થવા લોકોને નવી રાહ ચીંધવા અપીલ કરવામાં આવી હતી. મહિલા સ્ટાફ રીના બોસિયાં, રીના રબારી, આરતીબેન, જયશ્રીબેન હાજર રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *