ગાંધીધામમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાયકલિંગ મેરેથોનનું આયોજન

ગાંધીધામમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાયકલિંગ મેરેથોનનું આયોજન ગાંધીધામમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાયકલિંગ મેરેથોનનું આયોજન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત રવિવાર, તા. 31 ઑગસ્ટ 2025ના રોજ સાયકલિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનનો પ્રારંભ સવારે 6:30 કલાકે રોટરી ફોરેસ્ટ (રોટરી સર્કલ) પરથી થશે અને મુન્દ્રા સર્કલ સુધી જઈને પાછું રોટરી ફોરેસ્ટ ખાતે પૂર્ણ થશે.

આ કાર્યક્રમનો હેતુ નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા અને રમતગમત પ્રત્યે પ્રેરણા જાગૃત કરવાનો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને આ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરી છે.

Advertisements
Advertisements

ભાગ લેવા ઇચ્છુકો માટે ઑનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેની લિંક સાથે જોડવામાં આવી છે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfYDuQu0f7ENgIdt__8LvvYHWCYisO_PpPtVgkxGhGgvs80rw/viewform

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment