ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના ભુજ શહેરમાં આવેલ જી.કે. જનરલ હોસ્પિટલના દરવાજા પર એક યુવતી રડતી હાલતમાં દેખાઈ હતી, જે તમામ પાસેથી મદદની માંગ કરી રહી હતી. માનવતાના આ સંવેદનશીલ પ્રસંગે એક જાગૃત સ્થાનિક રહેવાસીએ તરત જ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદની અપીલ કરી.
ફોન મળતાની સાથે જ અભયમ્ ટીમના મહિલા કાઉન્સેલર પૂજાબેન ચૌહાણ, કોન્સ્ટેબલ અંજલિબેન સુથાર અને પાયલોટ ભાવેશભાઈ ખંભુ તરત ઘટના સ્થળે પહોંચી ગયા અને યુવતી સાથે કુશળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું.
યુવતી માનસિક તણાવમાં, ઘરે પાછા જવા ઇચ્છતા નહોતી
This Article Includes
યુવતીએ જણાવ્યું કે તે અંજારની રહેવાસી છે અને તેના પિતા વારંવાર તેને ઘરમાંથી જવા કહેતા હતા. પિતાની ધિક્કાર અને મૌખિક ટિપ્પણીઓથી ત્રસ્ત બની, તેણી ભુજમાં આશ્રય શોધવા ઘેરેથી નીકળી ગઈ હતી. હાલ તે પિતાની પાસે પાછી જવા તૈયાર નહોતી.
૧૮૧ ટીમે પિતાને સંપર્ક કર્યો, સમજુતીથી પુનઃમિલન કરાવ્યું
અભયમ્ ટીમે યુવતીના પિતાની માહિતી મેળવીને તેમના સંપર્ક કર્યો. પિતાએ જણાવ્યું કે યુવતી કેટલીક માનસિક અસ્વસ્થતાથી પીડાય છે અને ઘણીવાર કોઇ પણ વાતને ઉંડાણથી લઈ લે છે. ટીમ દ્વારા પિતાને પોતાની દીકરીની સંવેદનશીલતા સમજીને પ્રેમથી વ્યવહાર કરવા સમજાવવામાં આવ્યું.
પિતાએ પણ પોતાની ભૂલને સ્વીકારી અને પુનઃ દીકરીને ઘેર પ્રેમભર્યા વાતાવરણમાં રાખવાની ખાતરી આપી. ત્યારબાદ અભયમ્ ટીમ દ્વારા યુવતીને સુરક્ષિત રીતે પિતાને સોંપવામાં આવી.
માનવતાનું પ્રતિબિંબ – ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન
અભયમ્ ટીમે માત્ર સમયસર પહોંચી ને આત્મવિશ્વાસ ભરોસો આપી દીધો નહીં, પણ એક તૂટી રહેલા પરિવારમાં ફરીથી સમજૂતી અને સંબંધોની પુનઃ સ્થાપના કરી – જે એક સાચી સેવાનો સાર છે.