સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા જાણકારી અપાઈ

ગાંધીધામ ટુડે ન્યૂઝ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં તા.૦૭/૦૩/૨૦૨૫ કલાક ૧૧-૩૦ થી ૧૨-૩૦ સુધી ગોપાલપુરી ઓડિટોરિયમ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મહિલા સેલિબ્રેશન કાર્યક્રમમાં મહિલાઓને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા અંગે મહત્વની જાણકારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવી જેમાં સાઇબર ક્રાઇમ શું છે, તેના પ્રકાર અને નવા નવા ટ્રેન્ટ તથા ડિજિટલ એરેસ્ટ શું છે તેનાથી કઈ રીતે ડર બતાવી ફ્રોડ થતા હોય છે, તેથી બચવા ઉપાય, સોશિયલ મીડિયા સુરક્ષા ટિપ્સ તથા સાયબર ક્રાઈમથી બચાવવા શું કરવું, શું ન કરવું વિગેરે બાબતે મહિલાઓને મહત્વ પૂર્ણ જાણકારી આપી માહિતગાર કરવામા આવેલ હતી.

આ અવરનેસ કાર્યક્રમમાં Mrs. ચેરમેન, Mrs. Ex Dy ચેરમેન, Mrs. સેક્રેટરી અને Dy ઈ. ચેરમેન, Mrs. DC, Mrs. ચીફ ઇન્જીનિયર વિગેરે દીનદયાલ પોર્ટના મહિલા અધિકારીઓ તથા પોર્ટ કોલોનીની મહિલા સભ્યો કુલ ૨૮૦ જેટલા હાજર રહેલ હતા.
