ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. ડીજે સંગીતની સાથે મોટી સંખ્યામાં ઉમટેલા લોકો આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા.



જન્મજયંતિ મહોત્સવમાં સામાજિક અને રાજકીય આગેવાનોની પણ હાજરી રહી હતી અને સૌએ મળીને ઉમંગભેર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
શિક્ષણ જાગૃતિના સંદેશ સાથે સમાપ્ત થયો વિશેષ કાર્યક્રમ
This Article Includes
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ શ્રી મેઘવાલ મારવાડી યુવા સમાજ ગાંધીધામ દ્વારા આજે વાવાજોડા કેમ્પ (છપરા) ખાતે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ભાવવિભોર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સવારે 11 વાગ્યે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજજનો, વડીલગણ, યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં “સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી” એ મુખ્ય હેતુને કેન્દ્રમાં રાખીને વિવિધ ભાષણો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શિક્ષણપ્રેરિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ અધ્યક્ષ સંજયજી સરિયાલા, ઉપાધ્યક્ષ સજ્જન રાજ ડાંગી તથા અન્ય પદાધિકારીઓએ સામાજિક એકતા, ભાઈચારો અને શિક્ષણના મહત્વ પર પ્રેરણાદાયી ભાષણ આપ્યા.કાર્યક્રમની સફળતા માટે મહામંત્રી ભીખારામજી બોરાના તથા નેમારામજી પરિહારે અનોખી મહેનત કરી હતી, જ્યારે પ્રચારપ્રસાર મંત્રી કિશન દેવારામજી મેસંડ તથા સહમંત્રીઓ મોહનજી મેઘવાલ કેસૂલી અને ફુસારામજી મકવાણાએ પણ ઉત્સાહભેર યોગદાન આપ્યું.સલાહકાર મંત્રીશ્રીઓ અને સમગ્ર કાર્યકારી ટીમ – ગાંધીધામના સહયોગથી આ કાર્યક્રમ એક યાદગાર અને સફળ કાર્યક્રમ તરીકે સર્જાયો.

બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ ટીમ દ્વારા તેઓનું પુષ્પ માળા અર્પન કરીને સન્માન કરવામાં આવ્યું.
પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી (પૂર્વ કચ્છ) દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા.
ડો. બાબા સાહેબની આંબેડકરની મૂર્તિને હારારોપણ કરી તેમને શ્રધ્ધાંજલિ આપી સમારંભમાં હાજર સૌ પદાધિકારીઓએ બાબા સાહેબના જીવન સંદેશને યાદ કરી તેમાંથી પ્રેરણા લેવાની વાત કરી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી , પૂર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે કલ્પના કરો જો આપણા પાસે બંધારણ ન હોત, તો આપણને કાયદા, અધિકારો કે ફરજોની સમજ ન હોત. પણ ડો. બાબાસાહેબ આંબેકડરએ આપણને એક મજબૂત બંધારણ આપ્યુ છે, તેમના પ્રેરણાદાયક જીવનમાંથી મને સૌથી વધુ પ્રેરણા મળતી રહે છે. તેમનો સામાજીક સમાનતા માટેનો સમર્પણભાવ અને શિક્ષણ પ્રત્યેની લાગણી, તેમનું જીવન આપણને શીખવે છે કે જ્ઞાન, સંઘર્ષ્ અને નિષ્ઠાથી કોઇ પણ સામાજીક કુરીતીને દૂર કરી શકાય છે. તેથી જ આજનો દિવસ સમાનતા દિવસ તરીકે પણ ઓળખાય છે.
આજના આ કાર્યક્રમમાં નિલેશ મહેતા (મહામંત્રી, પૂર્વ કચ્છ), નિશાબેન (ગાંધીધામ શહેર મહિલા પ્રમુખ), રાજુ લાખાણી (શહેર પ્રમુખ), રૈસી દેવારિયા (શહેર સચિવ), રાજુ શ્રીમાલી (સંયુક્ત સચિવ – એસસી વિંગ), કાન્તીભાઈ વણકર તથા હીરા ભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉપસ્થિત અગ્રણીઓએ બાબાસાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો।