DRI દ્વારા ₹35 કરોડના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા જપ્ત, એક ભાગીદાર જેલભેગો

DRI દ્વારા ₹35 કરોડના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા જપ્ત, એક ભાગીદાર જેલભેગો DRI દ્વારા ₹35 કરોડના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા જપ્ત, એક ભાગીદાર જેલભેગો
  • મુંબઈ, મુંદ્રા, અને કાસેઝના પોર્ટ પર “ઓપરેશન ફાયર ટ્રેઈલ” સફળ રહ્યું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગયા અઠવાડિયે “ઓપરેશન ફાયર ટ્રેઈલ” હાથ ધરીને મુંબઈના નેવાશીવા, મુંદ્રા પોર્ટ અને કંડલાના કાસેઝ (KASEZ) માંથી ₹35 કરોડના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આયાતકાર પેઢીના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે અને તેને DRI દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ખોટી રીતે દર્શાવેલ કાર્ગો: “ડેકોરેટિવ પ્લાન્ટ્સ”ના નામે ફટાકડાની આયાત

Advertisements

DRI દ્વારા પકડાયેલો આ જથ્થો લગભગ 100 મેટ્રિક ટન વજન ધરાવે છે. કાસેઝ યુનિટ કાર્ગો કેરમાં આ ફટાકડાને “મીની ડેકોરેટિવ પ્લાન્ટ્સ,” “આર્ટિફિશિયલ ફ્લાવર્સ,” અને “પ્લાસ્ટિક મેટ” જેવા ખોટા નામ હેઠળ આયાત કરવામાં આવ્યા હતા. આ તમામ કન્સાઈનમેન્ટ કાસેઝથી રૂટ થતા હતા. DRI એ DTA (ડોમેસ્ટિક ટેરિફ એરિયા) મારફતે યુનિટના એક ભાગીદારને પકડી પાડીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

જન સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી: પ્રતિબંધિત રસાયણોનો ભય

આ ફટાકડા ભારતમાં “પ્રતિબંધિત” વસ્તુઓની સૂચિમાં શામેલ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO) દ્વારા લાયસન્સ પ્રાપ્ત યુનિટ્સ જ આવા ફટાકડાની આયાત કરી શકે છે. આ ફટાકડામાં રેડ લીડ, કોપર ઓક્સાઈડ અને લિથિયમ જેવા ખતરનાક રસાયણો હોય છે, જે જાહેર સુરક્ષા માટે જોખમી બની શકે છે. DRI એ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી જન સુરક્ષા અને સરકારી નીતિઓના રક્ષણ માટે કરવામાં આવી છે.

Advertisements

આ ઓપરેશન ભારતમાં ગેરકાયદેસર આયાત અને જાહેર સુરક્ષાના ભંગ સામે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment