પૂર્વ કચ્છની હાઈવે હોટેલ પરથી નશાનો કારોબાર ઝડપાયો

પૂર્વ કચ્છની હાઈવે હોટેલ પરથી નશાનો કારોબાર ઝડપાયો પૂર્વ કચ્છની હાઈવે હોટેલ પરથી નશાનો કારોબાર ઝડપાયો
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં ચાલતા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ભચાઉના શિકારપુર નજીક આવેલી અનમોલ હોટલ પર દરોડા પાડી રૂ. 2.69 લાખના હેરોઇન અને અફીણ સાથે હોટલ સંચાલક હરનેકસિંગ ઇન્દ્રજિતસિંગ ખેરાને ઝડપી લીધો છે.

આ દરોડા દરમિયાન પોલીસે 05 ગ્રામ હેરોઇન (કિંમત અંદાજે રૂ. 2.50 લાખ) અને 16 ગ્રામ અફીણ (કિંમત રૂ. 19 હજાર) સહિત કુલ રૂ. 2.69 લાખના નશીલા પદાર્થો, તેમજ રૂ. 84 હજાર રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3.58 લાખના મુદ્દામાલ સાથે કબ્જા કર્યો છે.

Advertisements

ભચાઉ એસઓજી ટીમે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ભચાઉ બસ સ્ટેશન નજીક બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. માહિતી મળી હતી કે શિકારપુર નજીકની અનમોલ હોટલમાં હોટલ સંચાલક દ્વારા નશીલા પદાર્થોનો જથ્થો રાખવામાં આવ્યો છે અને તેમનો વેચાણ પણ થાય છે. તાત્કાલિક કાર્યવાહી કરતા ટીમે સ્થળ પર દરોડો પાડી આ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisements

આ કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી વી.પી. આહીર તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે NDPS કાયદા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment