પૂર્વ કચ્છમાં ઝડપાયેલા ૧.૭૬ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

પૂર્વ કચ્છમાં ઝડપાયેલા ૧.૭૬ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો પૂર્વ કચ્છમાં ઝડપાયેલા ૧.૭૬ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છમાં ૧.૭૬ કરોડના નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ કામગીરી એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ હેઠળ કરવામાં આવી છે.

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક, સી. ક્રાઈમ ડી.આઈ. અને રેલ્વે ગુરા. ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર, પોલીસ મહાનિર્દેશક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં સાગર બાગમાર, પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ તેમજ કમિટીના સભ્ય એ.વી.રાજગોર, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ગાંધીધામ તથા ડી.ડી.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી પૂર્વ કચ્છ ગાંધીધામનાએ મહત્વની ભુમિકા નિભાવતા ૧૧ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કર્યો હતો.

આ નાશ કરાયેલા ડ્રગ્સમાં ર૬.૦૪ કિ.ગ્રા ગાંજાે, પર૭ર કિ.ગ્રા ભાગની ગોળીઓ, ૨૦ર.૭૧ કિ.ગ્રા પોષડોડા પાવડર, ૬૮.૪૫૩ કિ.ગ્રા પોષડોડા ઠાલીયા, ૭૩.૭૩ ગ્રામ હેરોઈન અને ૧ર૮.૩૫૦ ગ્રામ કોકેઈનનો સમાવેશ થાય છે. કુલ મળીને ૩૦ર.૭૬૬ કિ.ગ્રા (૩૦ર કિ.ગ્રા ૭૬૬ ગ્રામ અને ૧૪ મી.લી ગ્રામ) નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

આ તમામ ડ્રગ્સને સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લી. કંપનીના જૂના કટારીયા, ભચાઉ સ્થિત ઈન્સિગરેશન પ્લાન્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *