ગાંધીધામ ટુડે, ન્યૂઝ : છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રન અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક સોમવારે મોડી રાત્રે એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જી 4થી 5 વાહનોને અડફેટે લીધ હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, જોકે કારચાલકે છરી બતાવીને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આપી હતી. આ દરમિયાન ક્રોધે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ કારચાલકને ધીબેડી નાખ્યો હતો. જોકે પોલીસે કારચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યા બાદ શહેર પોલીસ એક્ટિવ બની હતી. ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે નબીરાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. એક કારચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ કાર રોકાઈ જતા લોકો તેને ઘેરી લીધો હતો. જોકે, કારચાલકે છરો બતાવીને લોકોને ડરાવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ કારચાલકે પોલીસને પણ ડરાવી હતી. પરંતુ બાદમાં પોલીસે કારચાલકને ઝડપી લીધો હતો. ઘટના બાદ પોલીસે કાર ચાલકને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક થાર કારચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે છરી બતાવી લોકોને ડરાવ્યા અને મારામારી કરી હતી. જોકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન ક્રોધે ભરાયેલા ટોળાએ કારચાલકને ઘેરી લઇને મેથીપાક પણ ચખાડ્યો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.